(N/A) આપણી પૃથ્વી પરની જૈવવિવિધતા આશ્ચર્યચકિત અને મંત્રમુગ્ધ કરી નાખે તેવી છે.
પૃથ્વી પર $20,000$ કીડીની જાતિઓ,$3,00,000$ ભૃંગકીટકો (beetles),$28,000$ માછલીઓની જાતિઓ તેમજ લગભગ $20,000$ થી વધુ ઑર્કિડની જાતિઓ જોવા મળે છે.
પરિસ્થિતિવિદો અને ઉદવિકાસીય જીવશાસ્ત્રીઓ અનેક પ્રશ્નો દ્વારા આ વિવિધતાના મહત્ત્વને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે,જેવા કે: $(i)$ આટલી બધી જાતિઓ શા માટે છે? $(ii)$ શું આ વિવિધતા પૃથ્વીના ઇતિહાસ દરમિયાન નિર્માણ પામી છે? $(iii)$ જીવાવરણ માટે તે કેવી રીતે મહત્ત્વપૂર્ણ છે? $(iv)$ જો આ વિવિધતા ઓછી હોત તો નિવસનતંત્રના કાર્ય પર શું અસર થાત? સૌથી મહત્ત્વની વાત એ છે કે,માનવી આ વિવિધતાઓનો ઉપયોગ કરીને કેવી રીતે લાભ મેળવી શકે છે?