વસ્તીના વિશિષ્ટ લક્ષણો સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) પ્રકૃતિમાં,આપણને કોઈ પણ જાતિના વ્યક્તિગત સજીવો ભાગ્યે જ એકલા જોવા મળે છે; તેમાંથી મોટા ભાગના એક ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં સમૂહમાં રહે છે,સમાન સ્ત્રોતો માટે ભાગીદારી કે સ્પર્ધા કરે છે,આંતરપ્રજનન કરી શકે છે અને આ રીતે વસ્તી બનાવે છે.
જોકે આંતરપ્રજનન શબ્દ લિંગી પ્રજનન માટે સૂચિત છે,છતાં અલિંગી પ્રજનન દ્વારા ઉદ્ભવતા સજીવોના સમૂહને પણ પરિસ્થિતિકીય અભ્યાસ માટે સામાન્ય રીતે વસ્તી ગણવામાં આવે છે. ઉદાહરણ તરીકે,ભેજયુક્ત જમીનમાં બધા જ દરિયાઈ પક્ષીઓ (cormorants),ત્યજાયેલ વસવાટમાં રહેતા ઉંદરો,વનક્ષેત્રમાં સાગના વૃક્ષો,સંવર્ધન પાત્રમાં બેક્ટેરિયા અને તળાવમાં કમળના છોડ વસ્તીના ઉદાહરણો છે.
વ્યક્તિગત સજીવ પરિવર્તિત પર્યાવરણનો સામનો કરે છે,પરંતુ વસ્તીના સ્તરે પ્રાકૃતિક પસંદગી દ્વારા ઈચ્છિત લક્ષણો વિકસિત થાય છે. તેથી,વસ્તી પરિસ્થિતિવિદ્યા એ પરિસ્થિતિવિદ્યાનું એક મહત્વનું ક્ષેત્ર છે,કારણ કે તે પરિસ્થિતિવિદ્યાને વસ્તી જનીનવિદ્યા અને ઉદ્વિકાસ સાથે જોડે છે.
વસ્તી ચોક્કસ લક્ષણો ધરાવે છે જે વ્યક્તિગત સજીવમાં હોતા નથી. વ્યક્તિગત સજીવ જન્મે છે અને મૃત્યુ પામે છે,પરંતુ વસ્તી જન્મદર (birth rate) અને મૃત્યુદર (death rate) ધરાવે છે. વસ્તીમાં આ દર પ્રતિ વ્યક્તિ (per capita) જન્મદર અને મૃત્યુદર તરીકે દર્શાવાય છે. આ દર વસ્તીના સભ્યોની સાપેક્ષે સંખ્યામાં થતા ફેરફાર તરીકે પ્રદર્શિત થાય છે.
ઉદાહરણ તરીકે,જો કોઈ તળાવમાં પાછલા વર્ષે કમળના $20$ છોડ હતા અને પ્રજનન દ્વારા $8$ નવા છોડ ઉમેરાયા,જેથી વર્તમાન વસ્તી $28$ થઈ,તો જન્મદર $8/20 = 0.4$ સંતતિ પ્રતિ કમળ પ્રતિ વર્ષ ગણાય છે. જો પ્રયોગશાળામાં $40$ ફળમાખીઓની વસ્તીમાંથી $4$ ફળમાખીઓ એક અઠવાડિયા દરમિયાન મૃત્યુ પામે,તો મૃત્યુદર $4/40 = 0.1$ વ્યક્તિગત પ્રતિ ફળમાખી પ્રતિ અઠવાડિયા ગણાય છે.
વસ્તીનું બીજું વિશિષ્ટ લક્ષણ લિંગપ્રમાણ (sex ratio) છે. વ્યક્તિગત સજીવ નર અથવા માદા હોય છે,પરંતુ વસ્તીમાં લિંગપ્રમાણ હોય છે (દા.ત.,વસ્તીના $60 \%$ માદા અને $40 \%$ નર છે).
કોઈ પણ સમયે વસ્તી જુદી જુદી વયના વ્યક્તિગત સજીવોની બનેલી હોય છે.

Explore More

Similar Questions

સામાન્ય પરિસ્થિતિઓમાં,..................... વસ્તી ગીચતાને અસર કરતા સૌથી મહત્વપૂર્ણ પરિબળો છે.

વય બંધારણનું ભૌમિતિક નિરૂપણ એટલે શું?

માનવ વસ્તીના વૈજ્ઞાનિક અભ્યાસને શું કહેવામાં આવે છે?

વસ્તીનું કદ વિવિધ પરિબળોને આધારે સતત બદલાતું રહે છે,જેમ કે:

નીચેનામાંથી કયા લક્ષણો વસ્તીના છે પરંતુ વ્યક્તિગત સજીવના નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo