(N/A) સજીવ સ્તરે પરિસ્થિતિવિદ્યા એ મૂળભૂત રીતે દેહધાર્મિક પરિસ્થિતિવિદ્યા (physiological ecology) છે,જે અભ્યાસ કરે છે કે વિવિધ સજીવો તેમના પર્યાવરણમાં જીવિત રહેવા અને પ્રજનન કરવા માટે કેવી રીતે અનુકૂલિત થયેલા છે.
દરેક જૈવવિસ્તાર (biome) ની અંદરની ક્ષેત્રીય અને સ્થાનિક વિવિધતાઓને કારણે નૈસર્ગિક નિવાસસ્થાનો (habitats) ની વિશાળ વિવિધતા સર્જાય છે. ભારતના મુખ્ય જૈવવિસ્તારો આકૃતિમાં દર્શાવેલ છે.
પૃથ્વી પર સજીવ જીવન માત્ર અનુકૂળ નિવાસસ્થાનો પૂરતું મર્યાદિત નથી,પરંતુ તે અતિશય સખત અને કઠોર પર્યાવરણમાં પણ અસ્તિત્વ ધરાવે છે - જેમ કે રાજસ્થાનનું દઝાડતું રણ,મેઘાલયના સતત વરસાદવાળા જંગલો,ગહન મહાસાગરીય ખાઈઓ,વેગવંતા પ્રવાહો,બરફથી છવાયેલા ધ્રુવીય વિસ્તારો,ઊંચા પર્વતશિખરો,ઉકળતા ગરમ ઝરણાં અને દુર્ગંધ મારતી સેન્દ્રીય ખીણો.
આપણા આંતરડા પણ હજારો સૂક્ષ્મજીવોની જાતિઓ માટે એક અજોડ નિવાસસ્થાન છે.