(N/A) અનેક ચેપી રોગોના અવરોધ અને નિયંત્રણ માટે વ્યક્તિગત તેમજ જનસમુદાય સ્વચ્છતા જાળવવી અગત્યની છે.
$1$. વ્યક્તિગત સ્વચ્છતામાં શરીરને ચોખ્ખું રાખવું,પીવા માટે શુદ્ધ પાણી,ખોરાક,શાકભાજી વગેરેના સેવનનો સમાવેશ થાય છે.
$2$. જનસમુદાય સ્વચ્છતામાં નકામા તેમજ ઉત્સર્ગ પદાર્થોનો યોગ્ય નિકાલ,જળાશયો,કુંડ (pool),ખાળકૂવા (cess pool),ટાંકી વગેરેની સમયાંતરે સફાઈ તેમજ ચોખ્ખા રાખવા તદુપરાંત લોક ઉપભોગ્ય (public catering)માં પણ સ્વચ્છતાનાં ધારાધોરણનું પાલન થાય તે જોવું જરૂરી છે.
$3$. આવા ઉપાયો વિશિષ્ટરૂપે એવા સ્થાનો પર અનિવાર્ય છે કે જ્યાં ચેપી રોગકારકો ખોરાક અને પાણીના માધ્યમ દ્વારા ફેલાતા હોય જેવાં કે,ટાઇફૉઇડ,એમીબીઆસિસ,એસ્કેરીઆસિસ વગેરે. ન્યુમોનિયા અને શરદી જેવા હવા પ્રેરિત (air-borne) રોગોમાં ઉપર્યુક્ત જણાવેલ ઉપાયોના ઉપચારરૂપે ચેપી વ્યક્તિના ગાઢ સંપર્ક તેમજ તેમના દ્વારા ઉપયોગમાં લેવાયેલ વસ્તુઓનો ઉપયોગ ટાળવો જોઈએ.
$4$. કીટકો દ્વારા ફેલાતા રોગ જેવાં કે મેલેરિયા અને ફિલારિઆસિસમાં મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે,રોગવાહકો અને તેમનાં પ્રજનનસ્થળો (breeding site)નું નિયંત્રણ અને તેમનો નાશ આવશ્યક છે. આ હેતુ સિદ્ધ કરવા માટે રહેણાંક વિસ્તારમાં અને તેની આસપાસ પાણીને જમા ન થવા દેવું,ઘરમાં વપરાતા કુલરની નિયમિત સફાઈ કરવી,મચ્છરદાનીનો ઉપયોગ કરવો,મચ્છરોના ડિમ્ભને ખાઈ જતી ગેમ્બુસિયા માછલીનો ઉપયોગ કરવો,ખાડા,ડ્રેનેજ (પાણીનો નિકાલ),દલદલ (કાદવ) જેવાં સ્થાનોએ કીટનાશક દવાઓનો છંટકાવ કરવો જરૂરી છે.
$5$. આ ઉપરાંત,દરવાજા અને બારીઓમાં જાળી લગાવવી જેથી મચ્છરનો પ્રવેશ અટકાવી શકાય. ભારતમાં મોટા પાયે હાલમાં રોગવાહક (Aedes-એડીસ મચ્છર) દ્વારા ફેલાયેલ ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા વ્યાપક રૂપમાં ફેલાયેલ રોગોના સંદર્ભમાં આવા ઉપાયો મહત્ત્વપૂર્ણ છે.
$6$. જીવવિજ્ઞાનક્ષેત્રે થયેલ પ્રગતિને કારણે આપણને અનેક ચેપી રોગોની ટક્કર ઝીલવા માટેના કારગત પ્રયાસો પ્રાપ્ત થયા છે. રસી અને પ્રતિરક્ષાકરણ જેવા કાર્યક્રમોને કારણે શીતળા જેવો જીવલેણ રોગ જડમૂળથી દૂર થયો છે. રસીના ઉપયોગથી પોલિયો,ડિપ્થેરિયા,ન્યુમોનિયા અને ટિટેનસ જેવા અનેક ચેપી રોગોને મહદંશે નિયંત્રિત કરી ચૂક્યા છીએ. જૈવ તકનિકી દ્વારા નવી અને વધુ સુરક્ષિત રસીઓ બનાવી શકાઈ છે. ઍન્ટિબાયોટિક્સ (પ્રતિજૈવિકો) તેમજ અન્ય દવાઓનાં સંશોધન દ્વારા ચેપી રોગોનો પ્રભાવી રૂપથી ઉપચાર કરવા માટે સક્ષમતા કેળવાય છે.