$\rm {DNA}$ ફિંગરપ્રિન્ટિંગ વિશે વિસ્તૃત રીતે સમજૂતી આપો.
$DNA$ પરના ન્યુક્લિઓટાઇડના અનુક્રમોના સ્થાન નિશ્ચિત કરવાની પદ્ધતિ જે પ્રત્યેક વ્યક્તિમાં વિશિષ્ટતા ધરાવે છે, તેને $DNA$ ફિંગરપ્રિન્ટિગ કહે છે.
બે વ્યક્તિઓ કે વસતિમાં આવેલા લોકો વચ્ચે જનીનિક તફાવતનો ખ્યાલ મેળવવા માટે $DNA$ અનુક્રમ જાણવો પડશે..
$DNA$ ફિંગરપ્રિન્ટિંગ બે વ્યક્તિઓના અનુક્રમો વચ્ચેની સરખામણી કરવા માટેની ઝડપી પદ્ધતિ છે.
$DNA$ ફિંગરપ્રિન્ટિગમાં, $DNA$ અનુક્રમમાં આવેલા કેટલાક વિશિષ્ટ પ્રદેશો વચ્ચે જોવા મળતો તફાવત શોધવામાં આવે છે જેને પુનરાવર્તિત $DNA$ (repetitive $DNA$) કહે છે, આ અનુક્રમોમાં $DNA$નો નાનો ભાગ વારંવાર પુનરાવૃત્ત થતો હોય છે.
આ પુનરાવૃત્ત $DNA$ને જીનોમિક $DNA$ના સમૂહથી ડેન્સિટી ગ્રેડિયન્ટ સેન્ટ્રિફયુગેશન દ્વારા જુદો પડાય છે.$DNA$નો મોટો સમૂહ એક મુખ્ય શિખર બનાવે છે સાથે અન્ય નાના શિખર બને છે જેને સેટેલાઇટ $DNA$ (satellite $DNA$) કહે છે. બેઇઝનું બંધારણ $(A : T / G : C$ સમૃદ્ધતા), ખંડોની લંબાઈ તેમજ પુનરાવર્તિત એકમોની સંખ્યાના આધારે માઇક્રોસેટેલાઇટ, મિનિસેટેલાઇટ વગેરેમાં વર્ગીકૃત કરાય છે.
આ અનુક્રમ કોઈ પણ પ્રોટીન માટે સંકેતન કરતા નથી પણ હ્યુમન જીનોમનો મોટો ભાગ બનાવે છે. તે ઉચ્ચ સ્તરની બહુરૂપકતા (polymorphism) દર્શાવે છે. જે $DNA$ ફિંગરપ્રિન્ટિંગનો આધાર છે.
કોઈ પણ વ્યક્તિની પેશીઓ જેમ કે રુધિર, વાળ, ત્વચા, હાડકાં, લાળ, શુક્રકોષમાંથી પ્રાપ્ત $DNA$માં સમાન પ્રકારની બહુરૂપકતા જોવા મળે છે. જે ફોરેન્સિક ઍપ્લિકેશનમાં મહત્ત્વનાં ઓળખ સાધન તરીકે ઉપયોગી છે. આ બહુરૂપકતા પિતૃઓમાંથી સંતતિમાં આનુવંશિક રીતે ઊતરે છે. તેથી પિતૃત્વના વિવાદ માટેના ઉકેલનો અચૂક ઉપાય છે.
$\rm {DNA}$ ફિંગરપ્રિન્ટિંગ માટેના તબક્કાઓ વિશે માહિતી આપો.
$DNA$ ફિંગરપ્રિન્ટીંગમાં હાઈબ્રીડાઈઝૂડ $DNA$ ખંડો શેનાં દ્વારા શોધાય છે ?
$PCR$ અને રિસ્ટ્રક્શન ટુકડા લંબાઈ પોલીમોર્ફિઝમ એ............. માટેની પદ્ધતિ છે.
નાઈટ્રોસેલ્યુલોઝ જેવાં સંશ્લેષિત પટલ પર $DNA$ ના ખંડને સ્થાનાંતર કરી અગારોઝ જેલ દ્વારા છુટા પાડવામાં આવતી પદ્ધતિને..... કહે છે.
આપેલ આકૃતિને ઓળખો.