(N/A) પ્રાણીઓ અને અન્ય સરળ સજીવોમાં 'અલિંગી' શબ્દનો સ્પષ્ટ ઉપયોગ થાય છે. જોકે,વનસ્પતિઓમાં 'વાનસ્પતિક પ્રજનન' શબ્દનો વારંવાર ઉપયોગ થાય છે.
વનસ્પતિઓમાં વાનસ્પતિક રચનાઓ જેવી કે ભૂસ્તારી (runners),ગાંઠામૂળી (rhizomes),અધોભૂસ્તારી (suckers),ગ્રંથિલ (tubers),ભૂસ્તારિકા (offsets) અને કંદ (bulbs) નવી સંતતિ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે. આ રચનાઓને વાનસ્પતિક પ્રસર્જકો (Vegetative Propagules) કહેવામાં આવે છે.
આ રચનાઓના સર્જનમાં બે પિતૃઓ ભાગ લેતા નથી,તેથી આ પ્રક્રિયા અલિંગી છે.
અવખંડન (Fragmentation): કેટલાક સજીવોમાં સજીવ દેહ અલગ ભાગો કે ટુકડાઓમાં તૂટી જાય છે અને દરેક ટુકડો પુખ્ત સજીવમાં વિકસે છે. ઉદાહરણ: $Hydra$,$Planaria$. આ પણ અલિંગી પ્રજનનનો એક પ્રકાર છે જેને અવખંડન કહે છે.