(N/A) કીટકો પાકના ઉત્પાદનને નીચે મુજબની વિવિધ રીતો દ્વારા અસર કરે છે:
$(i)$ કાપવું (Cutting): કેટલાક કીટકો પાકના વિવિધ ભાગો જેવા કે પાંદડાં,ફળ અને ફૂલોને કાપી નાખે છે,જેનાથી છોડને નુકસાન થાય છે. ક્ષતિગ્રસ્ત પાંદડાંને કારણે પ્રકાશસંશ્લેષણનો દર ઘટે છે અને ક્ષતિગ્રસ્ત ફૂલોને કારણે બીજનું ઉત્પાદન ઓછું થાય છે.
$(ii)$ છિદ્ર પાડનારા (Borers): કેટલાક કીટકો છોડના ભાગોમાં છિદ્ર પાડીને અંદર રહે છે,જેમ કે પ્રકાંડમાં છિદ્ર પાડનારા (stem borers) અથવા ફળમાં છિદ્ર પાડનારા (fruit borers). આ કીટકો છોડના પોષક તત્વોનો ઉપયોગ કરે છે.
$(iii)$ રસ ચૂસનારા (Suckers): કેટલાક કીટકો તેમના વિશિષ્ટ મુખાગો (proboscis) નો ઉપયોગ કરીને છોડના વિવિધ ભાગોમાંથી કોષરસ (cell sap) ચૂસે છે,જેનાથી છોડ નબળો પડી જાય છે.