(N/A) $\rightarrow$ હેમિકોર્ડાટાને અગાઉ મેરુદંડી (Chordata) સમુદાય હેઠળના ઉપ-સમુદાય તરીકે ગણવામાં આવતું હતું.
$\rightarrow$ પરંતુ હવે તેને અમેરુદંડી (non-chordates) હેઠળ એક અલગ સમુદાય તરીકે મૂકવામાં આવ્યું છે.
$\rightarrow$ આ સમુદાયમાં અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવતા કૃમિ જેવા દરિયાઈ પ્રાણીઓનો એક નાનો સમૂહ છે.
$\rightarrow$ તેઓ દ્વિપાર્શ્વસ્થ સંમિત, ત્રિગર્ભસ્તરીય અને દેહકોષ્ઠી પ્રાણીઓ છે.
$\rightarrow$ શરીર નળાકાર છે અને તે અગ્ર પ્રોબોસિસ (proboscis), કોલર અને લાંબા ટ્રંક (trunk) નું બનેલું છે.
$\rightarrow$ પરિવહન તંત્ર ખુલ્લા પ્રકારનું હોય છે.
$\rightarrow$ શ્વસન ઝાલર (gills) દ્વારા થાય છે.
$\rightarrow$ ઉત્સર્જન અંગ પ્રોબોસિસ ગ્રંથિ છે.
$\rightarrow$ લિંગ અલગ-અલગ હોય છે.
$\rightarrow$ ફલન બાહ્ય હોય છે.
$\rightarrow$ વિકાસ પરોક્ષ હોય છે.
$\rightarrow$ ઉદાહરણ: બાલાનોગ્લોસસ (Balanoglossus) અને સેક્કોગ્લોસસ (Saccoglossus).