(N/A) $1887$ માં,એવું અવલોકન કરવામાં આવ્યું હતું કે જ્યારે ધાતુની સપાટી પર અલ્ટ્રાવાયોલેટ $(UV)$ પ્રકાશ આપાત થાય અથવા જ્યારે કેટલીક ધાતુઓને ગરમ કરવામાં આવે ત્યારે તેમાંથી ઋણ વિદ્યુતભાર ઉત્સર્જિત થાય છે.
જુદી જુદી પદ્ધતિઓ દ્વારા ઉત્પન્ન થતા કણો સમાન પ્રકૃતિ ધરાવે છે. $1897$ માં $J.J. Thomson$ એ આને ઇલેક્ટ્રોન નામ આપ્યું અને દર્શાવ્યું કે ઇલેક્ટ્રોન એ દ્રવ્યનો મૂળભૂત અને સાર્વત્રિક કણ છે. ઇલેક્ટ્રોનની શોધ માટે $J.J. Thomson$ ને $1906$ માં ભૌતિકવિજ્ઞાનનું નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું.
$1913$ માં,અમેરિકન વૈજ્ઞાનિક $R.A. Millikan$ એ ઓઈલ ડ્રોપ પ્રયોગ દ્વારા ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર માપ્યો. તેમણે અવલોકન કર્યું કે કોઈપણ તેલના ટીપાં પરનો વિદ્યુતભાર એ મૂળભૂત વિદ્યુતભાર $e = 1.602 \times 10^{-19} \ C$ ના પૂર્ણાંક ગુણાંકમાં હોય છે. આમ,$Millikan$ એ સાબિત કર્યું કે વિદ્યુતભાર ક્વોન્ટાઈઝ્ડ સ્વરૂપમાં હોય છે.
વિશિષ્ટ વિદ્યુતભાર $\frac{e}{m}$ અને મૂળભૂત વિદ્યુતભાર $e$ પરથી,ઇલેક્ટ્રોનનું દળ $(m)$ મેળવી શકાય છે.