(N/A) $\rightarrow$ શૂળત્વચી પ્રાણીઓ કેલ્કેરિયસ અસ્થિકાઓનું અંતઃકંકાલ ધરાવે છે,તેથી તેમને શૂળત્વચી (Echinodermata - કાંટાળી ત્વચાવાળા) કહેવામાં આવે છે.
$\rightarrow$ આ બધા દરિયાઈ પ્રાણીઓ છે અને અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે છે.
$\rightarrow$ પુખ્ત શૂળત્વચી પ્રાણીઓ અરિય સમમિતિ ધરાવે છે,પરંતુ ડિંભ દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવે છે.
$\rightarrow$ તેઓ ત્રિગર્ભસ્તરીય અને દેહકોષ્ઠી પ્રાણીઓ છે.
$\rightarrow$ પાચનતંત્ર પૂર્ણ હોય છે,જેમાં મુખ નીચેની (વક્ષ) બાજુએ અને મળદ્વાર ઉપરની (પૃષ્ઠ) બાજુએ આવેલું હોય છે.
$\rightarrow$ શૂળત્વચી પ્રાણીઓનું સૌથી વિશિષ્ટ લક્ષણ જલવાહક તંત્રની હાજરી છે,જે પ્રચલન,ખોરાક પકડવા અને તેના વહન તેમજ શ્વસનમાં મદદ કરે છે.
$\rightarrow$ ઉત્સર્જન તંત્રનો અભાવ હોય છે.
$\rightarrow$ લિંગ અલગ-અલગ હોય છે.
$\rightarrow$ પ્રજનન લિંગી પ્રકારનું હોય છે.
$\rightarrow$ ફલન સામાન્ય રીતે બાહ્ય હોય છે.
$\rightarrow$ વિકાસ પરોક્ષ હોય છે,જેમાં મુક્ત રીતે તરતા ડિંભનો સમાવેશ થાય છે.
$\rightarrow$ ઉદાહરણો: Asterias (તારામાછલી),Echinus (સી અર્ચિન),Antedon (સી લીલી),Cucumaria (સી ક્યુકમ્બર) અને Ophiura (બ્રિટલ સ્ટાર).