(N/A) ગેલિલિયોનો જડત્વનો નિયમ એ ન્યૂટનના ગતિના નિયમોનો આધાર હતો.
ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ: જ્યાં સુધી કોઈ બાહ્ય બળ દ્વારા પદાર્થને અન્યથા વર્તવા માટે મજબૂર કરવામાં ન આવે ત્યાં સુધી દરેક પદાર્થ પોતાની સ્થિર અવસ્થા અથવા સુરેખ પથ પર અચળ વેગી ગતિની અવસ્થામાં રહે છે.
સ્થિર પદાર્થ અથવા અચળ વેગથી ગતિ કરતો પદાર્થ,બંને શૂન્ય પ્રવેગ દર્શાવે છે. તેથી,ન્યૂટનના પ્રથમ નિયમને નીચે મુજબ સમજાવી શકાય:
બળ એ એક ભૌતિક રાશિ છે જે સ્થિર પદાર્થને ગતિમાં લાવી શકે છે અને જે પદાર્થના વેગમાં ફેરફાર કરી શકે છે.
ટૂંકમાં,જે ભૌતિક રાશિ પદાર્થમાં પ્રવેગ ઉત્પન્ન કરી શકે છે તેને બળ કહેવામાં આવે છે.
ન્યૂટનના પ્રથમ નિયમ પરથી બળનું મૂલ્ય જાણી શકાતું નથી. આ તેની મર્યાદા છે.