ઘર્ષણના લાભ અને ગેરલાભ જણાવો તથા ઘર્ષણ ઘટાડવાના ઉપાયો જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

ઘર્ષણ એ આગ જેવુ છે.તે કોઈવાર ઇચ્છનીય અને જરૂરી છે,તો કેટલી વાર અનિચ્છનીય છે.

ઘર્ષણ ની હાજરી માં આપણે ચાલી શકીએ છીએ, વસ્તુ ને પકડી શકીએ છીએ, લખી શકીએ છીએ, ચાલતા હોઈએ તો ઊભા રહી શકીએ છીએ વગેરે.

અત્યંત લીસી સડક પર કાર માટે ગતિ કરવાનું અશક્ય છે.

ટાયર અને સામાન્ય સડક વચ્ચેનું ધર્ષણ, કારને પ્રવેગ આપવા માટે જરૂરી બાહ્ય બળ પૂરું પાડે છે.

ધર્ષણની હાજરીમાં જ આપણે યંત્રના ફરતાં પૈડાની ગતિને પટ્ટા દ્વારા બીજા પૈડાને આપી શકીએ છીએ.

ધર્ષણના ગેરલાભ એ છે કે, તે સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે અને ધર્ષણના કારણે ઊર્જાનો ઊષ્મા સ્વરૂપે વ્યય કરે છે. ધર્ષણના કારણે યંત્રોના જુદા જુદા ભાગો ધસાય છે તેથી આર્થિક નુકસાન થાય છે. ઘર્ષણને કારણે કપડાં, બૂટ, વાહનના ટાયરો વગેરે ધસાય છે તેથી આર્થિક નુકસાન થાય છે.

ઘર્ષણ ઘટાડવાના ઉપાયો:

 

$(1)$ યંત્રોમાં ગતિક ઘર્ષણ ધટાડવા માટે ઉંજણ $(Lubricants)$ વપરાય છે.

$(2)$ યંત્રોના ગતિશીલ ભાગો વચ્ચે બોલ-બેરિંગ્સનો ઉપયોગ થાય છે જે આકૃતિ $(a)$ માં દર્શાવી છે.

$(3)$ સાપેક્ષ ગતિમાં હોય તેવી ધન સપાટીઓ વચ્ચે હવાની પાતળી ગાદી જાળવી રાખીને ધર્ષણ ધટાડી શકાય છે જે રચના આકૃતિ $(b)$ માં દર્શાવી છે.

886-s101g

Similar Questions

નીચેનામાંથી ક્યું ઘર્ષણબળ એ કુદરતમાં સ્વનિયમન કરતું બળ છે ?

બ્લોક $A=10\,kg$ અને સપાટી વચ્ચે નો સ્થિત ઘર્ષણાક $0.3$ અને ગતિક ઘર્ષણાક $0.2$ હોય તો ગતિની શરૂઆત વખતે બ્લોક $B$ નું વજન કેટલું હશે?

જ્યારે સાઇકલ ગતિમાં હોય ત્યારે સપાટી દ્વારા બંને પૈડાં પર લાગતું ઘર્ષણબળ કઈ રીતે કામ કરે ?

  • [IIT 1990]

એક ભારે બોક્સ ને ખરબચડી સમક્ષિતિજ સપાટી પર ખસેડવા માટે વ્યક્તિ $A$ તેને સમક્ષિતિજથી $30^o$ ના ખૂણે ધકેલે છે અને તેના માટે જરૂરી ન્યુનત્તમ બળ $F_A$ છે, જ્યારે વ્યક્તિ $B$ બોક્સ ને સમક્ષિતિજથી $60^o$ ના ખૂણે ખેંચે છે અને તેના માટે તેને ન્યુનત્તમ બળ $F_B$ ની જરૂર પડે છે. તો બોક્સ અને સપાટી વચ્ચે નો ઘર્ષણાંક $\frac{{\sqrt 3 }}{5}$ છે તો ગુણોત્તર $\frac{{{F_A}}}{{{F_B}}}$ કેટલો થશે?

  • [JEE MAIN 2014]

જો ઘર્ષણાંકનું મૂલ્ય $\sqrt 3$ હોય, તો સંપર્કમાં રહેલી બે સપાટીઓ વચ્ચેનો ખૂણો કેટલો ?