(N/A) કેનિઝારો પ્રક્રિયા એ એવી પ્રક્રિયા છે જેમાં $\alpha-$હાઇડ્રોજન ન ધરાવતા આલ્ડિહાઇડના બે અણુઓને પ્રબળ બેઇઝ સાથે ગરમ કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં સ્વયં-ઓક્સિડેશન અને રિડક્શન (વિષમીકરણ) થાય છે,જેમાં એક અણુનું રિડક્શન થઈને આલ્કોહોલ બને છે અને બીજા અણુનું ઓક્સિડેશન થઈને કાર્બોક્સિલિક એસિડનો ક્ષાર બને છે.
$(a)$ ફોર્માલ્ડિહાઇડની કેનિઝારો પ્રક્રિયા:
ફોર્માલ્ડિહાઇડના બે અણુઓ $(HCHO)$ સાંદ્ર $KOH$ સાથે ગરમ કરવાથી મિથેનોલ $(CH_3OH)$ અને પોટેશિયમ ફોર્મેટ $(HCOOK)$ આપે છે.
$(b)$ બેન્ઝાલ્ડિહાઇડની કેનિઝારો પ્રક્રિયા:
બેન્ઝાલ્ડિહાઇડમાં $\alpha-$હાઇડ્રોજન ગેરહાજર હોય છે. સાંદ્ર $NaOH$ સાથે ગરમ કરવાથી તે કેનિઝારો પ્રક્રિયા આપે છે,જેમાં બેન્ઝાલ્ડિહાઇડનો એક અણુ રિડક્શન પામીને બેન્ઝાઇલ આલ્કોહોલ $(C_6H_5CH_2OH)$ બનાવે છે અને બીજો અણુ ઓક્સિડેશન પામીને સોડિયમ બેન્ઝોએટ $(C_6H_5COONa)$ બનાવે છે.