(N/A) $\Rightarrow$ ચેતાપેશી શરીરની બદલાતી પરિસ્થિતિઓ પ્રત્યેની પ્રતિક્રિયાશીલતા પર સૌથી વધુ નિયંત્રણ ધરાવે છે.
$\Rightarrow$ ચેતાકોષો (Neurons),જે ચેતાતંત્રનો એકમ છે,તે ઉત્તેજનાશીલ કોષો છે.
$\Rightarrow$ ચેતાધાર કોષો (Neuroglial cells),જે ચેતાતંત્રનો બાકીનો ભાગ બનાવે છે,તે ચેતાકોષોનું રક્ષણ અને આધાર આપે છે. આપણા શરીરમાં ચેતાપેશીના કુલ કદના અડધાથી વધુ ભાગમાં ચેતાધાર કોષો હોય છે.
$\Rightarrow$ જ્યારે ચેતાકોષને યોગ્ય રીતે ઉત્તેજિત કરવામાં આવે છે,ત્યારે એક વિદ્યુત વિક્ષેપ ઉત્પન્ન થાય છે,જે તેના કોષરસસ્તર (plasma membrane) પર ઝડપથી વહન પામે છે. આ વિક્ષેપ ચેતાકોષના અંતિમ છેડા અથવા આઉટપુટ ઝોન પર પહોંચતા એવી ઘટનાઓ પ્રેરે છે જે નજીકના ચેતાકોષો અને અન્ય કોષોમાં ઉત્તેજના અથવા અવરોધ પેદા કરી શકે છે.