શા માટે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ મેગા પ્રોજેક્ટ તરીકે ઓળખાય છે?
હ્યુમન જીનોમ પ્રોજેક્ટ $(HGP)$ મેગા પ્રોજેક્ટ તરીકે ઓળખાય છે. જો આ પ્રોજેક્ટના ઉદેશ્યોને ધ્યાનમાં રાખીએ તો તેના વિસ્તાર અને આવશ્યકતા વિશે કલ્પના કરી શકીએ જે નીચે પ્રમાણે છે :
હ્યુમન જીનોમમાં લગભગ $3 \times 10^9$ બેઇઝ જોડ $(bp)$ જોવા મળે છે. જો અનુક્રમ જાણવા માટે બેઈઝ જોડ દીઠ $3\,US$ ડૉલર ખર્ચ થાય તો સંપૂર્ણ પ્રોજેક્ટ પર ખર્ચ થવાથી રકમ સરેરાશ લગભગ $9$ બિલિયન $US$ ડૉલર હશે. વળી પ્રાપ્ત અનુક્રમોને ટાઇપ કરીને અક્ષરોની જેમ પુસ્તકમાં સંગૃહીત કરવામાં આવે તો પ્રત્યેક પેજમાં $1000$ અક્ષર હોય તો તે પ્રકારે આ પુસ્તકમાં $1000$ પેજ હોય તો એક માનવકોષની $DNA$ ની માહિતીને ભેગી કરવા માટે $3300$ પુસ્તક (ચોપડીઓ)ની જરૂરિયાત પડશે. આ પ્રકારે મોટી સંખ્યામાં આંકડાઓની પ્રાપ્તિ માટે ખૂબ જ ઝડપવાળા સંગણક સાધનની જરૂર પડશે. જેનાથી આંકડાઓનો સંગ્રહ, વિશ્લેષણ અને પુનઃ ઉપયોગમાં સહાયતા મળશે.
ડિસ્ટ્રોફીન કેટલા મીલીયન બેઈઝ ધરાવે છે?
હ્યુમન જીનોમના અનુક્રમ માટે વપરાતી પદ્ધતિઓનું વર્ણન કરો.
વૈજ્ઞાનિકોએ મનુષ્યમાં કેટલી જગ્યાઓ પર એકલ બેઈઝ $DNA$ તફાવતનો ખ્યાલ મેળવ્યો ?
નીચેનામાંથી કયું $HGP$ સાથે સંકળાયેલું નથી?
હ્યુમન જીનોમની કોઈ છ લાક્ષણિકતાઓ જણાવો.