પૃથ્વીની ભ્રમણ અક્ષ અને ચુંબકીય અક્ષ વચ્ચેનો ખૂણો જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$11.3^{\circ}$

Similar Questions

ચુંબકીય મેરેડિયન સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવતા સમતલમાં ડીપ એન્ગલ $45^{\circ}$ નો છે. સાચો ડીપ એન્ગલ શોધો.

  • [JEE MAIN 2021]

પૃથ્વીના ચુંબકીય મેરેડિયનમાં એક નાના ગજિયા ચુંબકને એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી તેનો ઉત્તર ધ્રુવ પૃથ્વીના ઉત્તર ધ્રુવ તરફ રહે.ચુંબકના મધ્યબિંદુથી પૂર્વ-પશ્વિમ દિશામાં દોરેલી રેખા પર ચુંબકથી $30\, cm$ અંતરે તટસ્થ બિંદુઓ મળે છે. તો ચુંબકનું ચુંબકીય મોમેન્ટ $Am^2$ માં લગભગ કેટલું હશે?

($\frac{{{\mu _0}}}{{4\pi }}\, = 10^{- 7}$ $SI$ એકમમાં અને $B_H\, =$ ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક $= 3.6\times10^{-5}\, tesla$)

  • [JEE MAIN 2015]

વ્યાખ્યા લખો:

$(i)$ ભૌગોલિક ધ્રુવતલ 

$(ii)$ ચુંબકીય ધ્રુવતલ 

મેગ્નેટીક મેરીડીયનને સમાંતર ઉર્ધ્વ સમતલમાં મુક્ત ભ્રમણ કરી શકે તેવી એક ચુંબકીય સોયની અણી સમક્ષિતિજ સાથે નીચે તરફ $22^o$ કોણ બનાવતી દિશામાં છે. આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક $0.35\; G$ જેટલો આપેલ છે. આ સ્થળે પૃથ્વીના ચુંબકીયક્ષેત્રનું માન શોધો.

સમક્ષિતિજ સમતલમાં મુક્ત રીતે ભ્રમણ કરી શકે તેવી ચુંબકીય સોયના કંપાસને $30$ આંટા અને $12 \;cm$ ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર ગૂંચળાની મધ્યમાં મૂકેલ છે. આ ગુંચળુ શિરોલંબ સમતલમાં મેગ્નેટીક મેરીડિયન સાથે $45^{\circ}$ કોણ બનાવતી દિશામાં રાખેલું છે. જ્યારે ગૂંચળામાં પસાર થતો વિદ્યુતપ્રવાહ $0.35 \;A$ હોય, ત્યારે આ સોય પશ્ચિમથી પૂર્વ તરફ રહે છે.

$(a)$ આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક શોધો.

$(b)$ ગૂંચળામાં વહેતો પ્રવાહ ઉલટાવવામાં આવે છે અને ગૂંચળાને શિરોલંબ અક્ષની સાપેક્ષે ઉપરથી જોતાં વિષમ ઘડી દિશામાં $90^{\circ}$ કોણે ઘુમાવવામાં આવે છે. ચુંબકીય સોયની દિશા શોધો. આ સ્થળે મેગ્નેટીક ડેક્સિનેશન શૂન્ય ધારો.