(A) જ્યારે કોઈ પદાર્થ સપાટી પર સરક્યા વગર ગબડે છે ત્યારે તેની ગતિનો વિરોધ કરતા બળને રોલિંગ ઘર્ષણ કહે છે. તેને $f_{r}$ વડે દર્શાવવામાં આવે છે.
રોલિંગ ઘર્ષણના નિયમો:
$(1)$ રોલિંગ ઘર્ષણનું મૂલ્ય સંપર્ક સપાટીના ક્ષેત્રફળ પર આધાર રાખતું નથી.
$(2)$ રોલિંગ ઘર્ષણનું મૂલ્ય લંબબળ $(N)$ ના સમપ્રમાણમાં હોય છે: $f_{r} \propto N$,એટલે કે $f_{r} = \mu_{r} N$.
રોલિંગ ઘર્ષણાંક $(\mu_{r})$:
રોલિંગ ઘર્ષણ બળ અને લંબબળના ગુણોત્તરને રોલિંગ ઘર્ષણાંક કહે છે,જે $\mu_{r} = \frac{f_{r}}{N}$ દ્વારા આપવામાં આવે છે. તે એકમરહિત ભૌતિક રાશિ છે.
સમજૂતી:
જ્યારે કોઈ પદાર્થ સપાટી પર ગબડે છે,ત્યારે સંપર્કમાં રહેલી સપાટીઓ ક્ષણિક રીતે વિકૃત થાય છે. આ વિકૃતિને કારણે ગતિનો વિરોધ કરતું બળ ઉદભવે છે. રોલિંગ ઘર્ષણ એ સ્થિત કે ગતિક ઘર્ષણ કરતા ઘણું ઓછું (સામાન્ય રીતે $\frac{1}{100}$ થી $\frac{1}{1000}$ ગણું) હોય છે,તેથી જ પૈડાંનો ઉપયોગ કાર્યક્ષમ છે. ઘર્ષણાંકો વચ્ચેનો સંબંધ $\mu_{r} < \mu_{k} < \mu_{s}$ છે.