ગામા ક્ષય કોને કહે છે ? યોગ્ય ઉદાહરણ દ્વારા સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

રેડિયો ઍક્ટિવ ન્યુક્લિયસના વિભંજન દરમિયાન $\gamma-ray$ (ફોટોન) ઉત્સર્જન થવાની પ્રક્રિયાને ગેમા ક્ષય કહે છે.

ગેમા ક્ષયમાં ઉત્સર્જાતા $\gamma-ray$ ને દળ કે વિદ્યુતભાર હોતો નથી તેથી જનિત ન્યુક્લિયસના પરમાણુદળાંક કે પરમાણુભારમાં કોઈ ફેરફાર થતો નથી તેનું સામાન્ય સમીકરણ નીચે મુજબ છે.

${}_{z}^{A}X\rightarrow{}_{z}^{A}X+{}_{0}\gamma^{0}$ (ઉત્તેજિત અવસ્થા )( ધરા અવસ્થા )

જ્યાં ${}_{z}X^{A}$ડાબી બાજુનો ન્યુક્લિયસ ઉત્તેજિત અવસ્થામાં છે.

${}_{z}X^{A}$ જમણી બાજુનો ન્યુક્લિયસ ધરા અવસ્થામાં છે.

પરમાણુની જેમ ન્યુક્લિયસને પણ જુદા-જુદા ઊર્જા સ્તરો હોય છે. પરમાણુ ઊર્જા સ્તરોનો તફાવત $eV$ ના ક્રમનો હોય છે

જયારે ન્યુક્લિયસની ઊર્જા સ્તરોનો તફાવત $MeV$ ના ક્રમનો હોય છે.

જયારે ઉત્તેજિત અવસ્થામાં રહેલું ન્યુક્લિયસ આપમેળે તેની ધરા અવસ્થા (નિમ્ન ઊર્જા અવસ્થા)માં ક્ષય પામે છે ત્યારે તેની બે ઊર્જા સ્તરો વચ્ચેના તફાવત જેટલી ઊર્જાના ફોટોનનું ઉત્સર્જન કરે છે. આ ઘટનાને ગેમો ક્ષય કહે છે.

આ ઊર્જા $(MeV)$ એ $X-$કિરણોની તરંગલંબાઈ કરતાં ટૂંકી તરંગલંબાઈ ધરાવતાં વિકિરણોને અનુરૂપ છે.

લાક્ષણિક રીતે જયારે $\alpha$ અને $\beta$-ક્ષયના પરિણામે ઉપજેલ જનિત ન્યુક્લિયસ ઉત્તેજિત અવસ્થામાં હોય ત્યારે $\gamma$કિરણ ઉત્સર્જિત થાય છે.

આ નીપજ ન્યુક્લિયસ એક ફોટોનના ઉત્સર્જનથી અથવા એક કરતાં વધારે ફોટોનના ક્રમશઃ ઉત્સર્જનથી ધરા અવસ્થામાં પાછું આવે છે. ઉદાહરણ :

909-s89

Similar Questions

આલ્ફા કણ શું છે?

  • [AIPMT 1999]

$ _7{N^{13}} $ ન્યુકિલયસનું $ _6{C^{13}} $ માં રૂપાંતર થાય,તો કયાં કણનું ઉત્સર્જન થાય?

નીચે દર્શાવેલ ન્યુક્લિયર પ્રક્રિયા $D \stackrel{\alpha}{\rightarrow} D_{1} \stackrel{\beta^{-}}{\rightarrow} D_{2} \stackrel{\alpha}{\rightarrow} D_{3} \stackrel{\gamma}{\rightarrow} D_{4}$ માં $D$ નો પરમાણુ દળાંક $182$ અને પરમાણુ ક્રમાંક $74$ છે. $D_{4}$ નો પરમાણુ દળાંક અને પરમાણુ ક્રમાંક અનુક્રમે ......... હશે.

  • [JEE MAIN 2022]

કયો વર્ણપટ્ટ સતત છે?

જો $_{92}{U^{238}}\, \to \,{\,_z}{X^A}\, + \,{\,_2}H{e^4}\,$  ત્યારે $Z$  અને $.A$ ..........થશે