(N/A) બળયુગ્મ એટલે કે કપલ એ પદાર્થ પર લાગતા બે સમાન અને વિરુદ્ધ દિશાના બળોની જોડી છે,જેની કાર્યરેખાઓ અલગ-અલગ હોય છે. બળયુગ્મ પદાર્થમાં સ્થાનાંતર વગર ભ્રમણ ઉત્પન્ન કરે છે.
ઉદાહરણ $1$:
આકૃતિ $(a)$ માં દર્શાવ્યા મુજબ,જ્યારે આપણે બોટલનું ઢાંકણું ફેરવીને ખોલીએ છીએ,ત્યારે આપણી આંગળીઓ ઢાંકણા પર બળયુગ્મ લગાડે છે. ઢાંકણું સ્થાનાંતરિત સંતુલનમાં (પરિણામી બળ શૂન્ય) હોય છે પરંતુ ભ્રમણીય સંતુલનમાં હોતું નથી.
ઉદાહરણ $2$:
આકૃતિ $(b)$ માં દર્શાવ્યા મુજબ,પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર હોકાયંત્રની સોયના ધ્રુવો પર સમાન અને વિરુદ્ધ બળો લગાડે છે. ઉત્તર ધ્રુવ પર લાગતું બળ ઉત્તર દિશા તરફ અને દક્ષિણ ધ્રુવ પર લાગતું બળ દક્ષિણ દિશા તરફ હોય છે.
જ્યારે સોય ઉત્તર-દક્ષિણ દિશામાં ન હોય,ત્યારે આ બંને બળોની કાર્યરેખાઓ અલગ-અલગ હોય છે. તેથી,પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને કારણે સોય પર બળયુગ્મ લાગે છે,જેના લીધે તે સ્થાનાંતરિત ગતિ વગર ભ્રમણીય ગતિ કરે છે.