(N/A) $\Rightarrow$ પુખ્ત પ્રાણીઓમાં કેટલાક કોષો વિભાજન પામતા નથી (દા.ત.,હૃદયના કોષો,ચેતાકોષો) અને અન્ય ઘણા કોષો માત્ર જરૂરિયાત મુજબ જ વિભાજન પામે છે,જેથી ઈજા કે કોષ મૃત્યુને કારણે નાશ પામેલા કોષોનું સ્થાન લઈ શકાય.
$\Rightarrow$ જે કોષો આગળ વિભાજન પામતા નથી,તેઓ $G_{1}$ તબક્કામાંથી બહાર નીકળીને કોષચક્રની એક નિષ્ક્રિય અવસ્થામાં પ્રવેશે છે,જેને શાંત અવસ્થા $(G_{0})$ કહેવામાં આવે છે.
$\Rightarrow$ આ અવસ્થામાં કોષો ચયાપચયની દ્રષ્ટિએ સક્રિય રહે છે,પરંતુ જ્યાં સુધી સજીવની જરૂરિયાત મુજબ તેમને વિભાજન માટે સંકેત ન મળે ત્યાં સુધી તેઓ આગળ વિભાજન પામતા નથી.
$\Rightarrow$ નોંધ: પ્રાણીઓમાં,સમભાજન માત્ર દ્વિકીય $(2n)$ દૈહિક કોષોમાં જ જોવા મળે છે. વનસ્પતિઓ એકકીય $(n)$ અને દ્વિકીય $(2n)$ બંને પ્રકારના કોષોમાં સમભાજન દર્શાવી શકે છે.