(N/A) વિદ્યુત અવરોધ એ વિદ્યુત પરિપથમાં પ્રવાહના વહનમાં આવતા અવરોધનું માપ છે. તે વાહકના બે છેડા વચ્ચેના વિદ્યુતસ્થિતિમાનના તફાવત અને તેમાંથી વહેતા વિદ્યુતપ્રવાહના ગુણોત્તર તરીકે વ્યાખ્યાયિત થાય છે.
વાહકનો વિદ્યુત અવરોધ $R$ તેની લંબાઈ $l$ ના સમપ્રમાણમાં અને તેના આડછેદના ક્ષેત્રફળ $A$ ના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે,$R \propto \frac{l}{A}$.
$R = \rho \left( \frac{l}{A} \right)$,જ્યાં $\rho$ એ અવરોધકતા અચળાંક છે.
વિદ્યુત અવરોધને $R$ સંજ્ઞા દ્વારા દર્શાવવામાં આવે છે અને તે ઓહ્મ $(\Omega)$ માં માપવામાં આવે છે.
તેનો $SI$ એકમ $(kg \cdot m^{2}) / (s^{3} \cdot A^{2})$ છે. તેને વ્હીટસ્ટોન બ્રિજની મદદથી માપી શકાય છે.
$1 \, \Omega = 1 \, (kg \cdot m^{2}) / (s^{3} \cdot A^{2})$.
રૂપાંતરણ: $1 \, \Omega \cdot m = 100 \, \Omega \cdot cm$ અથવા $1 \, \Omega \cdot cm = 0.01 \, \Omega \cdot m$.