$(i)$ મેગ્નેશિયમ હવામાં ઝળહળતા પ્રકાશ સાથે સળગીને $MgO$ અને $Mg_{3}N_{2}$ બનાવે છે.
$2Mg + O_{2} \xrightarrow{\Delta} 2MgO$
$3Mg + N_{2} \xrightarrow{\Delta} Mg_{3}N_{2}$
$(ii)$ કળીચૂનો $(CaO)$ સિલિકા $(SiO_{2})$ સાથે જોડાઈને કેલ્શિયમ સિલિકેટ (સ્લેગ) બનાવે છે.
$CaO + SiO_{2} \xrightarrow{\Delta} CaSiO_{3}$
$(iii)$ જ્યારે ક્લોરિનને ફોડેલા ચૂનામાં ઉમેરવામાં આવે છે,ત્યારે તે બ્લીચિંગ પાવડર આપે છે.
$Ca(OH)_{2} + Cl_{2} \longrightarrow CaOCl_{2} + H_{2}O$
$(iv)$ કેલ્શિયમ નાઈટ્રેટને ગરમ કરવાથી તેનું વિઘટન થઈને કેલ્શિયમ ઓક્સાઈડ,નાઈટ્રોજન ડાયોક્સાઈડ અને ઓક્સિજન મળે છે.
$2Ca(NO_{3})_{2(s)} \xrightarrow{\Delta} 2CaO_{(s)} + 4NO_{2(g)} + O_{2(g)}$