(N/A) જ્યારે ગજિયા ચુંબક પર રાખેલી કાચની પ્લેટ પર લોખંડનો ભૂકો ભભરાવવામાં આવે છે,ત્યારે તે ચુંબકના ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશામાં ગોઠવાઈ જાય છે.
આ મળતી ભાત નીચે મુજબની બાબતો સૂચવે છે:
$(i)$ લોખંડના ભૂકાની ભાત દર્શાવે છે કે ચુંબકને બે ધ્રુવો હોય છે,જે વિદ્યુત ડાયપોલના ધન અને ઋણ વીજભાર જેવા હોય છે. એક ધ્રુવને ઉત્તર ધ્રુવ અને બીજાને દક્ષિણ ધ્રુવ તરીકે ઓળખવામાં આવે છે.
$(ii)$ જ્યારે ચુંબકને મુક્ત રીતે લટકાવવામાં આવે છે,ત્યારે આ ધ્રુવો અનુક્રમે ભૌગોલિક ઉત્તર અને દક્ષિણ ધ્રુવ તરફ નિર્દેશ કરે છે.
$(iii)$ વિદ્યુતપ્રવાહ ધારિત સોલેનોઈડની આસપાસ પણ લોખંડના ભૂકાની આવી જ ભાત જોવા મળે છે,જે સાબિત કરે છે કે ગજિયો ચુંબક અને વિદ્યુતપ્રવાહ ધારિત સોલેનોઈડ સમાન વર્તન કરે છે.