કયા પુરાવાને આધારે આપણે કહી શકીએ છીએ કે, જીવની ઉત્પત્તિ અજૈવિક પદાર્થોમાંથી થઈ છે ?
અશ્મિઓ અને ઉદ્વિકાસીય સંબંધોના અભ્યાસથી જાણી શકાયું છે કે સજીવોમાં ઉદ્વિકાસીય થયો છે અને સાદા-સરળ સજીવમાંથી જટિલ સજીવો અને જુદી જુદી જાતિઓનો વિકાસ થયો છે.
સૈદ્ધાંતિક રીતથી આ પ્રકારની ભૂતકાળની કડીઓનું નિર્માણ કરતાં-કરતાં વિકાસની પ્રારંભિક સ્થિતિ સુધી પહોંચતા જાણવા મળે છે કે એક જ પૂર્વજમાંથી બધી જ જાતિઓનો ઉદ્ભવ થયો છે.
શું ભૌગોલિક પૃથક્કરણ પરાગિત જાતિઓની વનસ્પતિઓના જાતિ-નિર્માણના ઉદ્ભવનું મુખ્ય કારણ હોઈ શકે છે ? શા માટે ? અથવા શા માટે નહિ ?
'અલિંગી પ્રજનનની તુલનામાં લિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થયેલી ભિન્નતાઓ વધારે સ્થાયી હોય છે.' સમજાવો. આ લિંગી પ્રજનન કરનારા સજીવોના ઉદ્દવિકાસને કેવી રીતે પ્રભાવિત કરે છે.
ભિન્નતાઓની ઉત્પત્તિ થવાથી કોઈ જાતિનું અસ્તિત્વ કેવી રીતે વધી જાય છે ?
માનવના બાળકનું લિંગનિશ્ચયન કેવી રીતે થાય છે ?
તે કઈ વિવિધ રીતો છે કે જેના દ્વારા એક વિશેષ લક્ષણવાળા વ્યક્તિગત સજીવોની સંખ્યા, વસ્તીમાં વધારો કરી શકે છે ?