અલિંગી પ્રજનનની તુલનામાં લિંગી પ્રજનનથી શું લાભ થાય છે ?
અલિંગી પ્રજનનથી નિર્માણ પામતી સંતતિના લક્ષણો પૂર્ણ રીતે પિતૃઓને મળતા આવે છે તેથી ભિન્નતા જોવા મળતી નથી. લિંગી પ્રજનન દરમિયાન નર અને માદાના જન્યુકોષો ભેગાં મળી સંતતિનું નિર્માણ કરે છે. સંતતિમાં માતા અને પિતાના જનીનો ભેગાં મળે છે. પરિણામે સંતતિમાં ભિન્ન લક્ષણો વિકાસ પામે છે. આમ સંતતિમાં માતા-પિતા કરતા કેટલાંક લક્ષણો જુદાં પડે છે. ભિન્નતા જોવા મળે છે.
સજીવોમાં ભિન્નતા જાતિઓ માટે તો લાભદાયક છે પરંતુ વ્યક્તિગત રીતે આવશ્યક નથી. કેમ ?
દ્વિભાજનએ બહુભાજનથી કેવી રીતે ભિન્ન છે ?
બીજાણુ દ્વારા પ્રજનનથી સજીવને કેવી રીતે લાભ થાય છે ?
ઋતુસ્ત્રાવ શા માટે થાય છે ?
યૌવનારંભના સમયે છોકરીઓમાં કયાં પરિવર્તનો જોવા મળે છે ?