(N/A) $\rightarrow$ વનસ્પતિઓ,પ્રાણીઓ અને અન્ય સજીવોની વિવિધ જાતિઓના વર્ગીકરણ વિદ્યાકીય અભ્યાસો કૃષિ,વનવિદ્યા,ઉદ્યોગો અને સામાન્ય રીતે આપણા જૈવ-સંસાધનો અને તેમની વિવિધતાને જાણવા માટે ઉપયોગી છે.
$\rightarrow$ આ અભ્યાસો માટે સજીવોનું સાચું વર્ગીકરણ અને ઓળખ જરૂરી છે.
$\rightarrow$ સજીવોની ઓળખ માટે સઘન પ્રયોગશાળા અને ક્ષેત્રીય અભ્યાસોની જરૂર પડે છે.
$\rightarrow$ વનસ્પતિ અને પ્રાણીઓની જાતિઓના વાસ્તવિક નમૂનાઓનો સંગ્રહ આવશ્યક છે અને તે વર્ગીકરણ વિદ્યાકીય અભ્યાસોનો મુખ્ય સ્ત્રોત છે.
$\rightarrow$ આ અભ્યાસો પદ્ધતિસરના વિજ્ઞાન (systematics) ના તાલીમ માટે પણ પાયારૂપ અને આવશ્યક છે. તેનો ઉપયોગ સજીવના વર્ગીકરણ માટે થાય છે અને એકત્રિત કરવામાં આવેલી માહિતી નમૂનાઓ સાથે સંગ્રહિત કરવામાં આવે છે.
$\rightarrow$ કેટલાક કિસ્સાઓમાં,નમૂનાને ભવિષ્યના અભ્યાસ માટે સાચવી રાખવામાં આવે છે.
$\rightarrow$ જીવવિજ્ઞાનીઓએ માહિતી તેમજ નમૂનાઓને સંગ્રહિત અને સુરક્ષિત કરવા માટે અમુક ચોક્કસ પદ્ધતિઓ અને તકનીકો સ્થાપિત કરી છે. આ પદ્ધતિઓ અને તકનીકોને વર્ગીકરણ વિદ્યાકીય સાધનો (taxonomical aids) કહેવામાં આવે છે.