વાયુ પ્રતિક્રિયા માટે સંતુલન અચળાંકનું સમીકરણ નીચે મુજબ છે,
$K_{C} = \frac{[NH_{3}]^{4}[O_{2}]^{5}}{[NO]^{4}[H_{2}O]^{6}}$
આ સમીકરણને અનુરૂપ સંતુલિત રાસાયણિક સમીકરણ લખો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) સંતુલન અચળાંક $K_{C}$ એ નીપજોની સાંદ્રતાના ગુણાકાર અને પ્રક્રિયકોની સાંદ્રતાના ગુણાકારનો ગુણોત્તર છે,જેમાં દરેકની ઘાત તેમના તત્વયોગમિતિય સહગુણકો જેટલી હોય છે.
આપેલ $K_{C} = \frac{[NH_{3}]^{4}[O_{2}]^{5}}{[NO]^{4}[H_{2}O]^{6}}$ મુજબ,અંશમાં રહેલા ઘટકો ($NH_{3}$ અને $O_{2}$) નીપજો છે અને છેદમાં રહેલા ઘટકો ($NO$ અને $H_{2}O$) પ્રક્રિયકો છે.
તત્વયોગમિતિય સહગુણકો એ સમીકરણમાં આપેલી ઘાત જેટલા હોય છે.
તેથી,સંતુલિત રાસાયણિક સમીકરણ નીચે મુજબ છે:
$4NO_{(g)} + 6H_{2}O_{(g)} \leftrightarrow 4NH_{3_{(g)}} + 5O_{2_{(g)}}$

Explore More

Similar Questions

પ્રક્રિયા $H_{2(g)} + I_{2(g)} \rightleftharpoons 2HI_{(g)}$ માટે,$K_p$ નું મૂલ્ય શેના સાથે બદલાય છે?

નીચે મુજબના સંતુલન આપેલા છે:
$N_2 + 3H_2 \rightleftharpoons 2NH_3 ; K_1$
$N_2 + O_2 \rightleftharpoons 2NO ; K_2$
$H_2 + \frac{1}{2}O_2 \rightleftharpoons H_2O ; K_3$
પ્રક્રિયા $2NH_3 + \frac{5}{2}O_2 \rightleftharpoons 2NO + 3H_2O$ માટે સંતુલન અચળાંક $K_1, K_2$ અને $K_3$ ના સ્વરૂપમાં શું થશે?

ડાયહાઈડ્રોજન વાયુ વોટર ગેસમાંથી નીચેના સમીકરણ દ્વારા મેળવવામાં આવે છે:
$\underbrace{CO_{(g)} + H_2O_{(g)}}_{water\,gas} \rightleftharpoons_{500^{\circ}C} CO_{2_{(g)}} + H_{2_{(g)}}$
$733 \ K$ તાપમાને,વોટર ગેસમાં $CO$,$H_2O$,$CO_2$,અને $H_2$ ની સાંદ્રતા અનુક્રમે $0.18$,$0.0412$,$0.15$,અને $0.2 \ mol \ L^{-1}$ છે. $K_c$ શોધો.

આપેલ તાપમાને $H_{2(g)} + I_{2(g)} \rightleftharpoons 2HI_{(g)}$ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક $32$ છે. $I_2$ અને $HI$ ની સંતુલન સાંદ્રતા અનુક્રમે $0.5 \times 10^{-3} \ M$ અને $8 \times 10^{-3} \ M$ છે. $H_2$ ની સંતુલન સાંદ્રતા કેટલી હશે?

$HI$ ના સંશ્લેષણ માટે સંતુલન અચળાંક $K$ નું મૂલ્ય $50$ છે. $HI$ ના વિયોજન માટે સંતુલન અચળાંક $K$ નું મૂલ્ય કેટલું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo