(N/A) Nyholm અને Gillespie $(1957)$ એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ (lone pair) અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ (bonding pairs) વચ્ચેનો મહત્વનો તફાવત સમજાવીને $VSEPR$ મોડેલને વધુ સચોટ બનાવ્યું.
જ્યારે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ મધ્યસ્થ પરમાણુ પર સ્થાનિક હોય છે,ત્યારે દરેક બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બે પરમાણુઓ વચ્ચે વહેંચાયેલું હોય છે.
પરિણામે,અણુમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ,બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની તુલનામાં વધુ જગ્યા રોકે છે.
આના કારણે અબંધકારક-અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેનું અપાકર્ષણ,અબંધકારક-બંધકારક અને બંધકારક-બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેના અપાકર્ષણ કરતા વધારે હોય છે.
આ અપાકર્ષણ અસરોને લીધે અણુઓના આદર્શ આકારમાં વિચલન અને બંધકોણમાં ફેરફાર જોવા મળે છે.