આકૃતિ જુઓ. $6 \,kg$ દળને છતથી $2 \,m$ લંબાઈના દોરડા વડે લટકાવેલ છે. દોરડાના મધ્યબિંદુ $(P)$ એ $50 \,N$ નું એક બળ સમક્ષિતિજ દિશામાં દર્શાવ્યા મુજબ લગાડવામાં આવે છે. સંતુલન સ્થિતિમાં દોરડું ઊર્ધ્વ દિશા સાથે કેટલો કોણ બનાવશે. ? ( $g = 10 \;m s^{-2}$ લો ). દોરડાનું દળ અવગણો.
આકૃતિ $(b)$ અને $(c)$ ને $free-body \,diagrams$ કહે છે. આકૃતિ $(b)$ એ $W$ નો $free-body \,diagram$ છે અને આકૃતિ $(c)$ એ બિંદુ $P$ નો $free-body \,diagram$ છે.
વજન $W$ નું સંતુલન વિચારો. સ્પષ્ટ છે કે, ${T_2} = 6 \times 10 = 60\,N$
બિંદુ $P$ નું સંતુલન ત્રણ બળો-તણાવ $T_{1}$ તણાવ $T_{2}$ અને સમક્ષિતિજ બળ $50\, N$ ની અસર હેઠળ વિચારો. પરિણામી બળનો સમક્ષિતિજ ઘટક શુન્ય બનવો જોઈએ અને ઊર્ધ્વઘટક પણ અલગથી શૂન્ય બનવો જોઈએ.
$T_{1} \cos \theta=T_{2}=60 \,N$
$T_{1} \sin \theta=50\, N$
આ પરથી,
$\tan \theta = \frac{5}{6}$ અથવા $\theta = {\tan ^{ - 1}}\left( {\frac{5}{6}} \right) = {40^\circ }$
અત્રે, એ નોંધો કે જવાબ (દળરહિત ધારેલા) દોરડાની લંબાઈ પર આધારિત નથી કે સમક્ષિતિજ બળ કયા બિંદુએ લગાડ્યું છે તે બિંદુ પર પણ આધારિત નથી.
પૃથ્વી પર કોઈ પદાર્થ સ્થિર હોય કે નિયમિત સુરેખગતિમાં હોય, તો તેના પર કોઈ બળો લાગતા નથી તેમ શાથી કહી ન શકાય ?
$10 \,kg$ દળને $5 \,m$ લાંબા દોરડાની મદદથી છત પરથી શિરોલંબ રીતે લટકાવવામાં આવેલ છે. દોરડાંના મધ્યબિંદુ આગળ $30 \,N$ જેટલું બળ સમક્ષિતિજ દિશામાં લગાવવામાં આવે છે. દોરડાનો શિરોલંબ સાથેનો કોણ $\theta=\tan ^{-1}\left(x \times 10^{-1}\right)$ છે. $x$ નું મૂલ્ય ........... થશે. $\left(g=10 m / s ^{2}\right)$
બળના મુખ્ય પ્રકારોના ઉદાહરણ આપી સમજાવો.
બળ અને સંપર્કબળ ની વ્યાખ્યા આપો . ક્ષેત્રબળના ઉદાહરણ લખો.
આપેલ તંત્ર માટે ખૂણો ${\theta _2}$ કેટલો થશે .