(N/A) પુરોગામી પ્રક્રિયા તરીકે $HI$ નું સંશ્લેષણ ધ્યાનમાં લો:
$H_{2(g)} + I_{2(g)} \rightleftharpoons 2 HI_{(g)} \quad (Eq.-i)$
રાસાયણિક સંતુલનના નિયમ મુજબ,સંતુલન અચળાંક $K$ છે:
$K = \frac{[HI]^2}{[H_2][I_2]} = X \quad (Eq.-ii)$
પ્રતિગામી પ્રક્રિયા ($HI$ નું વિઘટન) માટે:
$2 HI_{(g)} \rightleftharpoons H_{2(g)} + I_{2(g)} \quad (Eq.-iii)$
આ પ્રતિગામી પ્રક્રિયા માટે સંતુલન અચળાંક $K'$ છે:
$K' = \frac{[H_2][I_2]}{[HI]^2} = \frac{1}{X} \quad (Eq.-iv)$
$(Eq.-ii)$ અને $(Eq.-iv)$ ની સરખામણી કરતા,આપણને મળે છે:
$K = \frac{1}{K'} \quad \text{અથવા} \quad K \times K' = 1$
આમ,પ્રતિગામી પ્રક્રિયા માટેનો સંતુલન અચળાંક એ પુરોગામી પ્રક્રિયાના સંતુલન અચળાંકનો વ્યસ્ત છે.