(N/A) કણોના તંત્રનું કુલ રેખીય વેગમાન $\vec{p} = M\vec{v}_{cm}$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $M$ એ તંત્રનું કુલ દળ છે અને $\vec{v}_{cm}$ એ દ્રવ્યમાન કેન્દ્રનો વેગ છે.
બંને બાજુ સમય $t$ ની સાપેક્ષમાં વિકલન કરતા:
$\frac{d\vec{p}}{dt} = M \frac{d\vec{v}_{cm}}{dt}$
દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ $\vec{a}_{cm} = \frac{d\vec{v}_{cm}}{dt}$ હોવાથી,આપણને મળે છે:
$\frac{d\vec{p}}{dt} = M\vec{a}_{cm}$
દ્રવ્યમાન કેન્દ્રની ગતિ અનુસાર,તંત્ર પર લાગતું કુલ બાહ્ય બળ $\vec{F}_{ext} = M\vec{a}_{cm}$ છે.
તેથી,આ કિંમત સમીકરણમાં મૂકતા:
$\frac{d\vec{p}}{dt} = \vec{F}_{ext}$
આ કણોના તંત્ર માટે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ છે.
વિધાન: કણોના તંત્ર પર લાગતું બાહ્ય બળ એ તંત્રના કુલ રેખીય વેગમાનમાં થતા ફેરફારના દર જેટલું હોય છે.