$5\, {kg}$ દળને સ્પ્રિંગ સાથે જોડેલ છે. આ તંત્ર દ્વારા થતી સરળ આવર્તગતિની સ્થિતિઊર્જાનો ગ્રાફ આકૃતિમાં દર્શાવેલ છે. $4\, {m}$ લંબાઈના સાદા લોલકનો આવર્તકાળ સ્પ્રિંગતંત્રના આવર્તકાળ જેટલો જ છે. જ્યાં આ પ્રયોગ કરવામાં આવેલ છે તે ગ્રહ પર ગુરુત્વપ્રવેગનું મૂલ્ય (${m} / {s}^{2}$ માં) કેટલું હશે?
$k_1$ અને $k_2$ બળ-અચળાંકવાળી બે ધિંગોને શ્રેણીમાં જોડતાં પરિણામી બળ-આચળાંક $2$ એકમ મળે છે. જ્યારે તેમને સમાંતર જોડતાં પરિણામી બળ-અચળાંક $9$ એકમ મળે છે તો $k_1$ અને $k_2$ ના મૂલ્યો મેળવો.
ઘર્ષણરહિત સમક્ષિતિજ ટેબલ પર $1 \,kg$ નો પદાર્થ સ્પ્રિંગ સાથે જોડેલો છે જે $1\, Hz$ થી કંપન કરે છે. આપેલ સ્પ્રિંગ જેવી બીજી બે સ્પ્રિંગને સમાંતરમાં જોડીને $8\, kg$ બ્લોક જોડીને તે જ ટેબલ પર મુક્તા તે કેટલા $Hz$ થી કંપન ગતિ કરશે?
ઘર્ષણરહિત સમક્ષિતિજ સમતલમાં એક $m$ દળનો બ્લોક દળરહિત સ્પ્રિંગ સાથે જોડેલ છે જે $'A'$ કંપવિસ્તારથી આવર્તગતિ કરે છે. જ્યારે તે સમતોલન સ્થાનેથી પસાર થાય ત્યારે તેમાંથી અડધું દળ છૂટું પડી જાય છે. બાકી રહેલ તંત્ર $fA$ જેટલા કંપવિસ્તારથી ગતિ કરે છે. તો $f$ નું મૂલ્ય કેટલું હશે?
સ્પ્રિંગ $A$ અને સ્પ્રિંગ $B$નાં બળ અચળાંક $300\, N / m$ અને $400$ $N / m$ ધરાવે છે. તેમને શ્રેણીમાં જોડીને $8.75$ સેમી દબાવવામાં આવે છે. $A$ અને $B$ માં સંગ્રહિત ઊર્જાનો ગુણોતર $\frac{E_{A}}{E_{B}}$ કેટલો થાય?