(N/A) આ આકૃતિ ગોલીય અરીસાઓના મુખ્ય ઘટકો દર્શાવે છે:
$1$. મુખ્ય અક્ષ: ગોલીય અરીસાના ધ્રુવ અને વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી સીધી રેખા.
$2$. ધ્રુવ $(P)$: ગોલીય અરીસાની પરાવર્તક સપાટીનું કેન્દ્રબિંદુ.
$3$. મુખ્ય કેન્દ્ર $(F)$: મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણો પરાવર્તન પામ્યા પછી મુખ્ય અક્ષ પર જે બિંદુએ કેન્દ્રિત થાય છે (અંતર્ગોળ અરીસામાં) અથવા જે બિંદુએથી વિકેન્દ્રિત થતા હોય તેમ લાગે છે (બહિર્ગોળ અરીસામાં),તે બિંદુને મુખ્ય કેન્દ્ર કહે છે.
$4$. વક્રતા કેન્દ્ર $(C)$: ગોલીય અરીસાની પરાવર્તક સપાટી જે પોલા ગોળાનો ભાગ છે,તે ગોળાના કેન્દ્રને વક્રતા કેન્દ્ર કહે છે.
$5$. વક્રતા ત્રિજ્યા $(R)$: ગોલીય અરીસાની પરાવર્તક સપાટી જે પોલા ગોળાનો ભાગ છે,તે ગોળાની ત્રિજ્યાને વક્રતા ત્રિજ્યા કહે છે. તે ધ્રુવ $(P)$ અને વક્રતા કેન્દ્ર $(C)$ વચ્ચેનું અંતર છે.