વનસ્પતિઓમાં સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી કેવી રીતે ભિન્નતા દર્શાવે છે ?
વર્ધનશીલ પેશીમાં કોષવિભાજનને અંતે ઉત્પન્ન થયેલાં કોષો વિભેદીકરણ પામીને સ્થાયી પેશીઓ ઉત્પન્ન કરે છે કે જે પૈકી સરળ સ્થાયી પેશીઓ તરીકે મૃદુત્તક, સ્થૂલકોણક અને દઢોત્તક પેશીઓ ઉત્પન્ન થાય છે. તેમજ જટિલ સ્થાયી પેશીઓ તરીકે જલવાહક અને અન્નવાહક પેશી ઉત્પન્ન થયેલ હોય છે.
દરેક સરળ સ્થાયી પેશી સામાન્ય કાર્ય કરવા માટે બધા જ કોષો એકબીજા સાથે સમાન કાર્ય કરે છે. તે જ રીતે જટિલ સ્થાયી પેશી એક કરતાં વધારે પ્રકારના કોષો ધરાવતા હોવા છતાં એકબીજા સાથે સમાન રીતે કાર્ય કરે છે.
ઉદાહરણ તરીકે મૃદુત્તક પેશીના કોષો જીવંત, પાતળી કોષદીવાલવાળી સરળ કોષોની બનેલ છે. જો તેમાં હરિતકણ આવેલ હોય તો હરિતકણોત્તક પેશી તરીકે કાર્ય કરે છે. વાયુ અવકાશ વધુ પ્રમાણમાં હોય તો વાયુત્તક પેશી તરીકે કાર્ય કરે છે. વનસ્પતિના મૂળ, પ્રકાંડ અને પર્ણના ભાગોમાં આવેલ મૃદુત્તક પેશી વનસ્પતિને આધાર આપે છે.
ચેતાકોષ દેખાવમાં કેવો લાગે છે ?
રંધ્ર કે વાયુરંધ્રનું કાર્ય શું છે ?
કેટલા પ્રકારના એકમો મળીને જલવાહક પેશીનું નિર્માણ થાય છે ? તેમનાં નામ આપો.
અન્નવાહકના ઘટકો કે એકમો કયા કયા છે ?
કોષદીવાલને આધારે મૃદુત્તક પેશી, સ્થૂલકોણક પેશી અને દઢોત્તક પેશી વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો.