નાઈટ્રોજન ચક્રમાં સામેલ વિવિધ તબક્કાઓ અને પ્રક્રિયાઓ વર્ણવો. આ ચક્રમાં નાઈટ્રોજનયુક્ત સંયોજનોનું ચક્રીયકરણ સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(i)$ નાઈટ્રોજન સ્થાપન: આ વાતાવરણીય નાઈટ્રોજનનું પાણીમાં દ્રાવ્ય સંયોજનો (નાઈટ્રેટ્સ અને નાઈટ્રાઈટ્સ) માં રૂપાંતર છે,જે મુક્તજીવી બેક્ટેરિયા અથવા $Rhizobium$ બેક્ટેરિયા દ્વારા થાય છે,જે કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં મૂળગંડિકાઓ (root nodules) તરીકે ઓળખાતી વિશિષ્ટ રચનાઓમાં જોવા મળે છે. વીજળીના કડાકા દરમિયાન પણ વાતાવરણીય નાઈટ્રોજનનું નાઈટ્રેટ્સ અને નાઈટ્રાઈટ્સમાં રૂપાંતર થાય છે.
$(ii)$ એમોનિફિકેશન: વનસ્પતિઓના મૃત્યુ અને સડવાની પ્રક્રિયાથી એમોનિયા મુક્ત થાય છે. પ્રાણીઓ ઉત્સર્ગ દ્રવ્યો તરીકે એમોનિયા,યુરિયા અને યુરિક એસિડનો ત્યાગ કરે છે. આ નાઈટ્રોજનયુક્ત સંયોજનોનું વિઘટન કરતા બેક્ટેરિયા દ્વારા એમોનિયામાં રૂપાંતર થાય છે,આ પ્રક્રિયાને એમોનિફિકેશન કહેવાય છે.
$(iii)$ નાઈટ્રીફિકેશન: નાઈટ્રીફાઈંગ બેક્ટેરિયા દ્વારા એમોનિયાનું પહેલા નાઈટ્રાઈટ્સમાં અને ત્યારબાદ નાઈટ્રેટ્સમાં રૂપાંતર થાય છે; આ પ્રક્રિયાને નાઈટ્રીફિકેશન કહેવાય છે. વનસ્પતિઓ સામાન્ય રીતે નાઈટ્રેટ્સ અને નાઈટ્રાઈટ્સનું શોષણ કરે છે અને તેને એમિનો એસિડમાં ફેરવે છે,જેનો ઉપયોગ પ્રોટીન બનાવવા માટે થાય છે.
$(iv)$ ડીનાઈટ્રીફિકેશન: જ્યારે વનસ્પતિ કે પ્રાણીઓ મૃત્યુ પામે છે,ત્યારે જમીનમાં રહેલા બેક્ટેરિયા વિવિધ નાઈટ્રોજનયુક્ત સંયોજનોને પાછા નાઈટ્રેટ્સ અને નાઈટ્રાઈટ્સમાં ફેરવે છે. અન્ય પ્રકારના બેક્ટેરિયા,જેમ કે $Pseudomonas$,આ નાઈટ્રેટ્સ અને નાઈટ્રાઈટ્સને ફરીથી મૂળભૂત નાઈટ્રોજન વાયુમાં ફેરવે છે. આ પ્રક્રિયાને ડીનાઈટ્રીફિકેશન કહેવાય છે. આ રીતે આ ચક્ર સતત ચાલતું રહે છે.

Explore More

Similar Questions

કાર્બન ચક્રમાં કયો તબક્કો સામેલ નથી?

વાતાવરણમાંથી ઓક્સિજનનો ઉપયોગ થતી ત્રણ પ્રક્રિયાઓ અને વાતાવરણમાં તે પાછો ઉમેરાતી એકમાત્ર પ્રક્રિયા જણાવો.

$(a)$ અશ્મિભૂત બળતણનું દહન કેવી રીતે વાયુ પ્રદૂષણ ફેલાવે છે તે સમજાવો?
$(b)$ "ધૂળ એક પ્રદૂષક છે" તે વિધાનને યોગ્ય ઠેરવો.

નીચેનામાંથી કઈ પર્યાવરણની તાજેતરમાં ઉદભવેલી સમસ્યા છે?

$(a)$ જલચક્ર દરિયાઈ સજીવોને કઈ રીતે મદદરૂપ થાય છે?
$(b)$ 'જીવાવરણ એક ગતિશીલ પરંતુ સ્થિર તંત્ર છે'. આ વિધાનને યોગ્ય ઠેરવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo