(N/A) ગોલીય લેન્સ માટે કાર્તેઝિયન સંજ્ઞા પ્રણાલી મુજબ:
$1$. લેન્સના પ્રકાશીય કેન્દ્ર $(O)$ ને ઉગમબિંદુ $(0, 0)$ તરીકે લેવામાં આવે છે.
$2$. લેન્સની મુખ્ય અક્ષને યામ પદ્ધતિની $x$-અક્ષ $(X'X)$ તરીકે લેવામાં આવે છે.
$3$. આપાત પ્રકાશની દિશામાં માપવામાં આવતા તમામ અંતરો ધન $(+)$ લેવામાં આવે છે.
$4$. આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં માપવામાં આવતા તમામ અંતરો ઋણ $(-)$ લેવામાં આવે છે.
$5$. મુખ્ય અક્ષને લંબ અને ઉપરની તરફ માપવામાં આવતી ઊંચાઈ ધન $(+)$ લેવામાં આવે છે.
$6$. મુખ્ય અક્ષને લંબ અને નીચેની તરફ માપવામાં આવતી ઊંચાઈ ઋણ $(-)$ લેવામાં આવે છે.
તેથી,વસ્તુ અંતર $(u)$ હંમેશા ઋણ હોય છે,જ્યારે પ્રતિબિંબ અંતર $(v)$ રચાતા પ્રતિબિંબના પ્રકાર પર આધાર રાખે છે.