(N/A) ભૌતિક ગુણધર્મો: ડાયનાઇટ્રોજન રંગહીન,ગંધહીન,સ્વાદહીન અને બિન-ઝેરી વાયુ છે. નાઇટ્રોજન પરમાણુના બે સ્થાયી સમસ્થાનિકો છે: ${}^{14}N$ અને ${}^{15}N$.
પાણીમાં દ્રાવ્યતા ખૂબ ઓછી છે ($273 \ K$ તાપમાને અને $1 \ bar$ દબાણે પ્રતિ લિટર પાણીમાં $23.2 \ cm^{3}$) અને તેના ઠારણબિંદુ અને ઉત્કલનબિંદુ નીચા હોય છે.
રાસાયણિક ગુણધર્મો: ઉચ્ચ $N \equiv N$ બંધ એન્થાલ્પીને કારણે તે ઓરડાના તાપમાને નિષ્ક્રિય છે; તાપમાન વધતા તેની પ્રતિક્રિયાત્મકતા વધે છે.
ઊંચા તાપમાને,તે સીધી રીતે કેટલીક ધાતુઓ સાથે જોડાઈને મુખ્યત્વે આયનીય નાઇટ્રાઇડ્સ અને અધાતુઓ સાથે જોડાઈને સહસંયોજક નાઇટ્રાઇડ્સ બનાવે છે.
ઉદાહરણ તરીકે:
$6Li + N_{2} \xrightarrow{\Delta} 2Li_{3}N$
$3Mg + N_{2} \xrightarrow{\Delta} Mg_{3}N_{2}$
તે ઉદ્દીપકની હાજરીમાં લગભગ $773 \ K$ તાપમાને હાઇડ્રોજન સાથે જોડાઈને એમોનિયા બનાવે છે.
ડાયનાઇટ્રોજન માત્ર ખૂબ ઊંચા તાપમાને (લગભગ $2000 \ K$) ડાયઓક્સિજન સાથે જોડાઈને નાઇટ્રિક ઓક્સાઇડ $(NO)$ બનાવે છે:
$N_{2(g)} + O_{2(g)} \xrightarrow{2000 \ K} 2NO_{(g)}$