(N/A) આ ક્રિયાવિધિમાં મુક્ત મૂલક વિસ્થાપન તરીકે ઓળખાતી શૃંખલા પ્રક્રિયાનો સમાવેશ થાય છે.
$1)$. શૃંખલા પ્રારંભ (Chain initiation): પ્રક્રિયા $UV$ પ્રકાશ દ્વારા શરૂ થાય છે,જે ક્લોરિન અણુને બે ક્લોરિન મુક્ત મૂલકોમાં તોડે છે: $Cl_2 \xrightarrow{h\nu} 2Cl \cdot$
$2)$. શૃંખલા સંચરણ (Chain propagation): આ તબક્કાઓ પ્રક્રિયાને ચાલુ રાખે છે.
તબક્કો $A$: $CH_4 + Cl \cdot \rightarrow \cdot CH_3 + HCl$
તબક્કો $B$: $\cdot CH_3 + Cl_2 \rightarrow CH_3Cl + Cl \cdot$
$3)$. શૃંખલા સમાપ્તિ (Chain termination): આ પ્રક્રિયાઓ સિસ્ટમમાંથી મુક્ત મૂલકોને દૂર કરે છે.
$2Cl \cdot \rightarrow Cl_2$
$\cdot CH_3 + Cl \cdot \rightarrow CH_3Cl$
$\cdot CH_3 + \cdot CH_3 \rightarrow CH_3-CH_3$