(A) પ્રથમ રિકોમ્બિનન્ટ $DNA$ નું નિર્માણ $Salmonella$ $typhimurium$ ના મૂળ પ્લાઝમિડ સાથે એન્ટિબાયોટિક પ્રતિરોધક જનીનને જોડવાની શક્યતામાંથી ઉદ્ભવ્યું હતું.
સ્ટેનલી કોહેન અને હર્બર્ટ બોયરે $1972$ માં આ સિદ્ધિ મેળવી હતી.
- રિસ્ટ્રિક્શન ઉત્સેચકો,જેને મોલેક્યુલર કાતર તરીકે ઓળખવામાં આવે છે,તેની શોધને કારણે $DNA$ ને ચોક્કસ સ્થાનો પરથી કાપવાનું શક્ય બન્યું.
ત્યારબાદ $DNA$ ના કાપેલા ટુકડાને પ્લાઝમિડ $DNA$ સાથે જોડવામાં આવ્યો હતો. આ પ્લાઝમિડ $DNA$ અણુઓ તેની સાથે જોડાયેલા $DNA$ ના ટુકડાને સ્થાનાંતરિત કરવા માટે વાહક (vector) તરીકે કાર્ય કરે છે.
$\Rightarrow$ જેમ મચ્છર માનવ શરીરમાં મેલેરિયાના પરોપજીવીને સ્થાનાંતરિત કરવા માટે કીટક વાહક તરીકે કાર્ય કરે છે,તેવી જ રીતે પ્લાઝમિડનો ઉપયોગ યજમાન સજીવમાં વિદેશી $DNA$ ના ટુકડાને પહોંચાડવા માટે વાહક તરીકે થઈ શકે છે.
એન્ટિબાયોટિક પ્રતિરોધક જનીનને પ્લાઝમિડ વાહક સાથે જોડવાનું કાર્ય $DNA$ લિગેઝ ઉત્સેચક દ્વારા શક્ય બન્યું હતું.
આ રીતે ઇન-વિટ્રો (in vitro) પદ્ધતિ દ્વારા વર્તુળાકાર,સ્વાયત્ત રીતે સ્વયંજનન પામતા $DNA$ નું નવું સંયોજન તૈયાર થાય છે,જેને રિકોમ્બિનન્ટ $DNA$ કહેવામાં આવે છે.
જ્યારે આ $DNA$ ને $Salmonella$ સાથે ગાઢ સંબંધ ધરાવતા બેક્ટેરિયા $Escherichia$ $coli$ માં સ્થાનાંતરિત કરવામાં આવે છે,ત્યારે તે નવા યજમાનના $DNA$ પોલિમરેઝ ઉત્સેચકનો ઉપયોગ કરીને સ્વયંજનન પામી શકે છે અને તેની ઘણી નકલો બનાવી શકે છે.