વિધુતભાર અને દળનો તફાવત લખો.
વિદ્યુતભાર | દળ | ||
---|---|---|---|
$(1)$ | તે વિદ્યુત ક્ષેત્રનું ઉદગમબિંદુ છે. | $(1)$ | તે ગુરુત્વીયક્ષેત્રનું ઉદગમ છે. |
$(2)$ | તે દ્રવ્યનો આંતરિક ગુણધર્મ છે. | $(2)$ | તે દ્રવયના જથ્થાનું માપ દર્શાવે છે. |
$(3)$ | તે ધન કે ઋણ હોય છે. | $(3)$ | તે હમેંશા ધન હોય છે. |
$(4)$ | તેનું મૂલ્ય ઝડપ પર આધારિત નથી. | $(4)$ | પ્રચંડ ઝડપવાળી ગતિમાં જેમ ઝડપ વધે તેમ દળ વધે છે. |
$(5)$ | તેના કારણે ઉદભાવતું વિદ્યુતબળ આકર્ષણ કે અપાકર્ષણ પ્રકારનું હોય છે. | $(5)$ | તેના કારણે ઉદભાવતું ગુરુત્વાકર્ષણ બાળ માત્ર આકર્ષણ પ્રકારનું જ હોય છે. |
$(6)$ | તેને $SI$ એકમ કુલંબ છે. | $(6)$ | તેને $SI$ એકમ કિલોગ્રામ છે. |
વિધુતભારનું ક્વોન્ટમીકરણ એટલે શું ? વિધુતભારના ક્વોન્ટમીકરણનું કારણ શું ?
ઘર્ષણ વિધુતમાં માત્ર ઇલેક્ટ્રૉન એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર કઈ રીતે જાય છે ?
$1$ થી $5$ અંકિત કરેલા પાંચ દડાઓ અલગ-અલગ દોરી વડે લટકાવેલા છે. જોડ $(2, 3)$ અને $(4, 5)$ સ્થિતવિદ્યુત અપાકર્ષણ દર્શાવે છે. જ્યારે જોડ $(1, 2),(3, 5)$ અને $(1, 5)$ સ્થિત વિદ્યુત આકર્ષણ દશાવે છે. $1$ અંકિત દડો કેવો હોવો જોઈએ?
મિલ્કનના તેલના ટીપાના પ્રયોગમાં, તેલના ટીપા પર નીચેના પૈકી કયો વિદ્યુતભાર હાજર હોય છે?
શિયાળામાં પહેરેલા સિન્ટેટિક કપડાં કાઢતી વખતે અંધારામાં તણખા શાના કારણે દેખાય છે ?