(N/A) $\rightarrow$ અનાવૃત બીજધારી વનસ્પતિઓ ખૂબ જ નાની કદની વનસ્પતિઓથી લઈને વિશાળ કદની વનસ્પતિઓ સુધીની વિવિધતા ધરાવે છે.
$\rightarrow$ $Sequoia$ (સિકોયા) એ સૌથી ઊંચા રેડવુડ વૃક્ષોમાંનું એક છે.
$\rightarrow$ અનાવૃત બીજધારી વનસ્પતિઓમાં અંડકો કોઈ પણ બીજાશયની દીવાલ દ્વારા આવરિત હોતા નથી અને ફલન પહેલાં અને પછી ખુલ્લા રહે છે.
$\rightarrow$ ફલન પછી વિકસતા બીજ આવરિત હોતા નથી,એટલે કે તે નગ્ન હોય છે.
$\rightarrow$ વનસ્પતિ દેહ બીજાણુજનક (sporophyte) છે. તે મૂળ,પ્રકાંડ અને પર્ણોમાં વિભેદિત હોય છે.
$\rightarrow$ પર્ણો બે પ્રકારના હોય છે: $(i)$ સંયુક્ત પર્ણો અને $(ii)$ સાદા પર્ણો.
$\rightarrow$ તેઓ હંમેશા લીલા,બહુવર્ષાયુ વૃક્ષો કે ક્ષુપ હોય છે. તેઓ મરુદભિદ (xerophytic) વનસ્પતિઓના લક્ષણો દર્શાવે છે.
$\rightarrow$ મૂળ સામાન્ય રીતે સોટીમય મૂળતંત્ર ધરાવે છે. કેટલીક જાતિઓમાં ફૂગ સાથેનું સહજીવન માયકોરાઈઝા (દા.ત.,$Pinus$) સ્વરૂપે જોવા મળે છે. જ્યારે અન્યમાં (દા.ત.,$Cycas$),વિશિષ્ટ પ્રવાળ મૂળ (coralloid roots) નાઈટ્રોજનનું સ્થાપન કરતા સાયનોબેક્ટેરિયા સાથે સંકળાયેલા હોય છે.
$\rightarrow$ પ્રકાંડ અશાખિત (દા.ત.,$Cycas$) અથવા શાખિત (દા.ત.,$Pinus$,$Cedrus$) હોઈ શકે છે.
$\rightarrow$ $Cycas$ માં પીંછાકાર પર્ણો થોડા વર્ષો સુધી ટકી રહે છે.
$\rightarrow$ અનાવૃત બીજધારીઓના પર્ણો તાપમાન,ભેજ અને પવનની અતિશય પરિસ્થિતિઓને સહન કરવા માટે સારી રીતે અનુકૂલિત હોય છે.
$\rightarrow$ શંકુદ્રુમ વનસ્પતિઓમાં સોયાકાર પર્ણો સપાટીનું ક્ષેત્રફળ ઘટાડે છે. તેમની જાડી ક્યુટિકલ અને ખાડામાં રહેલી વાયુરંધ્ર (sunken stomata) પાણીના વ્યયને ઘટાડવામાં મદદ કરે છે.