(N/A) $\rightarrow$ રચના અને લાક્ષણિકતાઓ:
$\rightarrow$ વનસ્પતિ દેહ એકકોષીય,વસાહતી અથવા તંતુમય હોઈ શકે છે.
$\rightarrow$ હરિતદ્રવ્ય $a$ અને $b$ ની પ્રબળતાને કારણે તેઓ સામાન્ય રીતે ઘાસ જેવા લીલા રંગના હોય છે.
$\rightarrow$ રંજકદ્રવ્યો ચોક્કસ હરિતકણોમાં આવેલા હોય છે. વિવિધ પ્રજાતિઓમાં હરિતકણો તકતી આકારના,પ્લેટ જેવા,જાળીદાર,પ્યાલા આકારના,સર્પાકાર અથવા રિબન જેવા હોઈ શકે છે.
$\rightarrow$ મોટાભાગના સભ્યોમાં એક અથવા વધુ સંગ્રહકો હોય છે જેને પાયરેનોઇડ્સ કહેવાય છે,જે હરિતકણોમાં આવેલા હોય છે.
$\rightarrow$ પાયરેનોઇડ્સમાં સ્ટાર્ચ ઉપરાંત પ્રોટીન પણ હોય છે.
$\rightarrow$ લીલી શેવાળમાં સામાન્ય રીતે સખત કોષદીવાલ હોય છે જે અંદરના સ્તરે સેલ્યુલોઝ અને બહારના સ્તરે પેક્ટોઝની બનેલી હોય છે.