(N/A) થર્મોમીટરનો ઉપયોગ કરીને તાપમાનનું માપ મેળવવામાં આવે છે.
થર્મોમીટરને એવી રીતે અંકિત કરવામાં આવે છે કે જેથી આપેલ તાપમાનને આંકડાકીય મૂલ્ય આપી શકાય. સામાન્ય રીતે વપરાતો ગુણધર્મ તાપમાન સાથે પ્રવાહીના કદમાં થતો ફેરફાર (ઉષ્મીય પ્રસરણ) છે. મોટાભાગના લિક્વિડ-ઇન-ગ્લાસ થર્મોમીટરમાં પારો અને આલ્કોહોલનો ઉપયોગ થાય છે.
કોઈપણ પ્રમાણિત માપક્રમની વ્યાખ્યા માટે,બે નિશ્ચિત સંદર્ભ બિંદુઓની જરૂર હોય છે.
પાણીનું બરફ બિંદુ અને વરાળ બિંદુ એ બે અનુકૂળ નિશ્ચિત બિંદુઓ છે,જેને ઠારણ બિંદુ અને ઉત્કલન બિંદુ તરીકે ઓળખવામાં આવે છે.
આ બે બિંદુઓ એ તાપમાન છે કે જેના પર પ્રમાણિત દબાણ હેઠળ શુદ્ધ પાણી થીજી જાય છે અને ઉકળે છે.
બે જાણીતા તાપમાન માપક્રમ ફેરનહીટ તાપમાન માપક્રમ અને સેલ્સિયસ તાપમાન માપક્રમ છે.
ફેરનહીટ માપક્રમ પર બરફ અને વરાળ બિંદુના મૂલ્યો અનુક્રમે $32^{\circ}F$ અને $212^{\circ}F$ છે,અને સેલ્સિયસ માપક્રમ પર તે $0^{\circ}C$ અને $100^{\circ}C$ છે.
ફેરનહીટ માપક્રમ પર બે સંદર્ભ બિંદુઓ વચ્ચે $180$ સમાન અંતરાલ હોય છે,અને સેલ્સિયસ માપક્રમ પર $100$ સમાન અંતરાલ હોય છે.