(N/A) દબાણ-પ્રવાહ ઉત્કલ્પના મુજબ,વનસ્પતિના પર્ણોમાં ખોરાક ગ્લુકોઝના સ્વરૂપમાં તૈયાર થાય છે.
અન્નવાહક (phloem) માં રહેલા સ્રોત કોષોમાં પ્રવેશતા પહેલા,તૈયાર થયેલો ખોરાક સુક્રોઝમાં રૂપાંતરિત થાય છે.
આસૃતિ દ્વારા જલવાહક (xylem) માંથી પાણી નજીકની અન્નવાહકમાં પ્રવેશે છે,જેનાથી સ્રોત પાસે અન્નવાહકમાં જલસ્થિતિક દબાણ (hydrostatic pressure) વધે છે.
પરિણામે,સુક્રોઝ અન્નવાહકની ચાલની નલિકાઓ (sieve tube elements) દ્વારા સંગ્રહસ્થાન (sink) તરફ વહન પામે છે.
સંગ્રહસ્થાનમાં રહેલા સુક્રોઝનું સ્ટાર્ચ અથવા સેલ્યુલોઝમાં રૂપાંતર થાય છે,જે સંગ્રહસ્થાનના કોષોમાં આસૃતિ દબાણ અને જલસ્થિતિક દબાણ ઘટાડે છે.
આમ,સ્રોત અને સંગ્રહસ્થાન વચ્ચે સર્જાયેલો દબાણનો તફાવત શર્કરાને સ્રોતથી સંગ્રહસ્થાન તરફ વહન કરવામાં મદદ કરે છે.
અંતે,સક્રિય વહન (active transport) દ્વારા શર્કરાને સંગ્રહસ્થાનના કોષોમાંથી દૂર કરવામાં આવે છે.