(N/A) વિભેદન: મૂળાગ્ર અને પ્રરોહાગ્ર વર્ધનશીલ પેશી અને એધામાંથી ઉદ્ભવેલા કોષો ચોક્કસ કાર્યો કરવા માટે પરિપક્વ બને છે. આ પ્રક્રિયાને વિભેદન કહે છે. આ દરમિયાન,કોષો તેમની કોષદીવાલ અને જીવરસમાં મોટા માળખાકીય ફેરફારો અનુભવે છે.
ઉદાહરણ: જલવાહક ઘટકો બનાવવા માટે,કોષો તેમનો જીવરસ ગુમાવે છે અને પાણીના વહન માટે મજબૂત,સ્થિતિસ્થાપક,લિગ્નોસેલ્યુલોઝિક દ્વિતીયક કોષદીવાલ વિકસાવે છે.
નિર્વિભેદન: જીવંત વિભેદિત કોષો જે વિભાજન ક્ષમતા ગુમાવી ચૂક્યા છે,તેઓ ચોક્કસ પરિસ્થિતિઓમાં ફરીથી વિભાજનની ક્ષમતા પ્રાપ્ત કરી શકે છે. આ ઘટનાને નિર્વિભેદન કહે છે.
ઉદાહરણ: સંપૂર્ણ વિભેદિત મૃદુતકીય કોષોમાંથી આંતરપુલિય એધા અને ત્વક્ષૈધાનું નિર્માણ.
પુનઃવિભેદન: નિર્વિભેદિત વર્ધનશીલ પેશીઓ દ્વારા ઉત્પન્ન થયેલા કોષો ફરીથી વિભાજનની ક્ષમતા ગુમાવે છે અને ચોક્કસ કાર્યો કરવા માટે પરિપક્વ બને છે. આને પુનઃવિભેદન કહે છે.
ઉદાહરણ: દ્વિતીયક જલવાહક અને દ્વિતીયક બાહ્યકનું નિર્માણ.