ગર્ભાશયની બાહ્ય અને આંતરિક રચના સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

ગર્ભાશય એક જ હોય છે અને તેને કૂખ (womb) પણ કહે છે.

ગર્ભાશય ઊંધા નાસપતિ (pear) જેવા આકારની અને જાડી દીવાલવાળી સ્નાયુલ રચના છે.

તે નિતંબની દીવાલ સાથે જોડાયેલા અસ્થિબંધ દ્વારા આધાર પામેલ હોય છે.

ગર્ભાશય, યોનિમાર્ગમાં સાંકડી ગ્રીવા દ્વારા ખૂલે છે. ગ્રીવાની ગુહાને ગ્રીવાનળી (cervical canal) કહે છે. જે યોનિમાર્ગ સાથે જોડાઈ જન્મનળી (birth canal) બનાવે છે.

ગર્ભાશયની દીવાલ $:$ ગર્ભાશયની દીવાલ પેશીના ત્રણ સ્તરો ધરાવે છે. બાહ્ય પાતળું સ્તર પરિમેટ્રિયમ (perimetrium), મધ્યનું અરેખિત (સરળ) સ્નાયુઓનું જાડું સ્તર માયોમેટ્રિયમ (myometrium) અને અંદરના ગ્રંથિમય સ્તરને એન્ડોમેટ્રિયમ (endometrium) કહે છે. જે ગર્ભાશયની ગુહાનું અસ્તર બનાવે છે.

એન્ડોમેટ્રિયમ ઋતુચક્ર દરમિયાન ચક્રીય ફેરફારમાંથી પસાર થાય છે. જ્યારે માયોમેટ્રિયમ બાળકના પ્રસવ દરમિયાન મજબૂત સંકોચન દર્શાવે છે.

Similar Questions

 hymen (યોનીપટલ) એ શું છે ?

શુક્રપિંડ અને અંડપિંડ દરેકનાં મુખ્ય બે કાર્યો લખો.

યોગ્ય જોડકું જોડો.

કોલમ -$I$

કોલમ - $II$

$a.$ એન્ડોમેટ્રીયમ

$p.$ સૌથી બહારનું સ્તર છે.

$b.$ માયોમેટ્રીયમ,

$q.$ અંડપતન પછી અંડકોષને ગ્રહણ કરવામાં ઉપયોગી.

$c.$ ફીમ્બ્રી

$r.$ ફલીત અંડકોષ અહીં સ્થાપિત થાય.

$d.$ પેરીમેટ્રીયમ

$s.$ અરેખિત સ્નાયુ જાડું સ્તરનું બનેલું

આપેલ આકૃતિ $a,b,c,d$ ને ઓળખો.

અંડવાહિનીનો લાંબામાં લાંબો ભાગ