(N/A) $\Rightarrow$ સેન્ટ્રોસોમ એ એક અંગિકા છે જેમાં સામાન્ય રીતે બે નળાકાર રચનાઓ હોય છે જેને સેન્ટ્રિઓલ્સ કહેવામાં આવે છે. તેઓ અસ્ફટિકમય પેરિસેન્ટ્રિઓલર દ્રવ્યોથી ઘેરાયેલા હોય છે.
$\Rightarrow$ સેન્ટ્રોસોમમાં બંને સેન્ટ્રિઓલ્સ એકબીજાને લંબ રૂપે ગોઠવાયેલા હોય છે,જેમાં દરેકની રચના ગાડાના પૈડાં (cartwheel) જેવી હોય છે.
$\Rightarrow$ તેઓ ટ્યુબ્યુલિનના નવ સમાન અંતરે આવેલા પરિઘવર્તી તંતુઓ (fibrils) ના બનેલા હોય છે. દરેક પરિઘવર્તી તંતુ એ ત્રિપુટી (triplet) છે. નજીકની ત્રિપુટીઓ પણ એકબીજા સાથે જોડાયેલી હોય છે.
$\Rightarrow$ સેન્ટ્રિઓલના પ્રોક્સિમલ પ્રદેશનો મધ્ય ભાગ પણ પ્રોટીનયુક્ત હોય છે જેને હબ (hub) કહેવામાં આવે છે,જે પ્રોટીનથી બનેલા રેડિયલ સ્પોક્સ દ્વારા પરિઘવર્તી ત્રિપુટીઓના ટ્યુબ્યુલ્સ સાથે જોડાયેલ હોય છે.
$\Rightarrow$ સેન્ટ્રિઓલ્સ પક્ષ્મ (cilia) અથવા કશા (flagella) ના તલસ્થ કાય (basal body) બનાવે છે,અને પ્રાણી કોષોમાં કોષ વિભાજન દરમિયાન સ્પિન્ડલ તંતુઓ બનાવે છે જે સ્પિન્ડલ ઉપકરણને જન્મ આપે છે.