(N/A) ગતિજ આણ્વિય સિદ્ધાંત વાયુઓના વર્તન માટે નીચે મુજબની અભિધારણાઓ પર આધારિત સૂક્ષ્મદર્શી મોડેલ પૂરું પાડે છે:
$1$. વાયુઓ મોટી સંખ્યામાં સમાન કણો (પરમાણુઓ અથવા અણુઓ) ના બનેલા હોય છે જે એટલા નાના અને એકબીજાથી એટલા દૂર હોય છે કે તેમની વચ્ચેની ખાલી જગ્યાની સરખામણીમાં અણુઓનું વાસ્તવિક કદ નગણ્ય હોય છે. તેમને 'બિંદુવત દળ' $(point masses)$ તરીકે ગણવામાં આવે છે,જે વાયુઓની ઊંચી સંકોચનીયતા સમજાવે છે.
$2$. સામાન્ય તાપમાન અને દબાણે વાયુના કણો વચ્ચે કોઈ આકર્ષણ બળ હોતું નથી. આ સમજાવે છે કે શા માટે વાયુઓ ઉપલબ્ધ તમામ જગ્યા રોકવા માટે વિસ્તરે છે.
$3$. વાયુના કણો સીધી રેખામાં સતત અને યાદચ્છિક ગતિમાં હોય છે. જો તેઓ સ્થિર હોત,તો વાયુનો આકાર નિશ્ચિત હોત,જે જોવા મળતું નથી.
$4$. વાયુનું દબાણ પાત્રની દીવાલો સાથે કણોની અથડામણને કારણે ઉદ્ભવે છે.
$5$. વાયુના અણુઓની અથડામણ સંપૂર્ણ સ્થિતિસ્થાપક હોય છે. આનો અર્થ એ છે કે અથડામણ પહેલાં અને પછી અણુઓની કુલ ગતિજ ઉર્જા અચળ રહે છે,ભલે વ્યક્તિગત ઉર્જા બદલાય.
$6$. કોઈપણ આપેલ તાપમાને,જોકે વ્યક્તિગત કણોની ઝડપ અને ગતિજ ઉર્જા અલગ-અલગ હોય છે અને અથડામણને કારણે સતત બદલાતી રહે છે,પરંતુ ઝડપનું એકંદર વિતરણ અચળ રહે છે.