(N/A) હાઇડ્રોજન આયન $(H^{+})$ પોતે એક નાનો પ્રોટોન છે જેનું કદ ખૂબ જ નાનું $(\sim 10^{-15} \ m$ ત્રિજ્યા) છે અને તે તીવ્ર વિદ્યુતક્ષેત્ર ધરાવે છે.
તેથી,પ્રોટોન પાણીના અણુ પર ઉપલબ્ધ બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોમાંથી એક સાથે સવર્ગ સહસંયોજક બંધ દ્વારા જોડાઈને $H_{3}O^{+}$ બનાવે છે.
આ હાઇડ્રોનિયમ આયન $(H_{3}O^{+})$ ત્રિકોણીય પિરામિડલ ભૂમિતિ ધરાવે છે. આ $H_{3}O^{+}$ સ્પીસીઝ ઘન અવસ્થામાં $H_{3}O^{+}Cl^{-}$ જેવા ઘણા સંયોજનોમાં જોવા મળી છે.
તેવી જ રીતે,હાઇડ્રોનિયમ આયન જલીયકરણ પામીને $H_{5}O_{2}^{+}$,$H_{7}O_{3}^{+}$,$H_{9}O_{4}^{+}$ વગેરે જેવી ઘણી આયનીય સ્પીસીઝ બનાવે છે.
આમ,પ્રોટોન જલીય દ્રાવણમાં સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવતો નથી,પરંતુ તે હાઇડ્રોનિયમ આયન અથવા ઓક્સોનિયમ આયન તરીકે અસ્તિત્વ ધરાવે છે.