ઉદાહરણ દ્વારા સમજાવો કે સ્થિતઘર્ષણ બળ એ ગતિને નહીં પણ અપેક્ષિત ગતિને અવરોધે છે.
ઉદાહરણ : પ્રવેગિત ગતિ કરતી ટ્રેનના ડબ્બામાં તળિયે પડેલ એક બોક્સનો વિયાર કરો. જો બોક્સ ટ્રેનના ડબ્બામાં ટ્રેનની સાપેક્ષે સ્થિર હોય, તો ટ્રેન સાથે જ તે પણ પ્રવેગિત થાય.
ટ્રેન પ્રવેગિત થતાં જ સમક્ષિતિજ દિશામાં બોક્સ પર લાગતું ધર્ષણબળ આ પ્રવેગિત ગતિ કરાવે છે.
જે ધર્ષણબળ લાગતું જ ન હોત તો ડબાનું તળિયું જેમ જેમ આગળ જાત તેમ તેમ આ બોક્સના જડત્વના ગુણર્ધમને લીધે જે તે સ્થાને પડી રહેત અને ટ્રેનના ડબ્બાના પાછળના ભાગ સાથે અથડાત. પરંતુ વ્યવહારમાં આમ બનતું નથી તેથી ક્હી શકાય કે સ્થિત ધર્ષણબળ અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે.
આ અપેક્ષિત સાપેક્ષ ગતિ, સ્થિત ધર્ષણબળ $f_{ s }$ વડે અવરોધાય છે. સ્થિત ધર્ષણ બોક્સને ડબ્બામાં જ તેના જેટલો જ પ્રવેગ આપે છે અને ટ્રેનની સાપેક્ષે બોક્સને સ્થિર રાખે છે.
$W$ વજન વાળા પદાર્થને શિરોલંબ સપાટી પર સ્થિર રાખવા $F$ બળ લાગવું પડે તો $F$ નું ન્યૂનતમ મૂલ્ય કેટલું હશે?
$2 \,kg$ ના બ્લોકને દીવાલ સાથે $100\, N$ બળ થી જકડી રાખેલો હોય અને તેમની વચ્ચે નો ઘર્ષણાક $0.3$ હોય તો ઘર્ષણ બળ ........ $N$ થાય.
$m$ દળના પદાર્થને એક સમક્ષિતિજ સપાટી (ઘર્ષણાંક $=\mu$ ) પર મૂકેલો છે. પદાર્થ પર સમક્ષિતિજ બળ લગાવવામાં આવે છે, પરંતુ પદાર્થ ખસતો નથી. પદાર્થ પર લાગતા લંબ બળ અને ઘર્ષણબળનું પરિણામી બળ $F$ વડે આપવામાં આવે, જ્યાં $F$ કેટલો હશે?
મહતમ સ્થિત ઘર્ષણનુ બીજું નામ શું છે?
$1\, kg$ દળનો બ્લોક $\frac{1}{\sqrt{3}}$ સ્થિત ઘર્ષણાંક ધરાવતી સપાટી પર છે. બ્લોક પર $F\, N$ જેટલું લઘુતમ બળ લગાવતા તે ખસે છે. તો તો $F$નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું હશે? [$g =10 \,ms ^{-2}$ ]